આશિષ ભાટીયાની નિવૃતિને પગલે વિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશે. ઉપરાંત નવા મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ સોંપવામાં આવશે.
રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશે. મહત્વનું છે કે આશિષ ભાટીયાનોં કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેઓ નિવૃતિ થઈ રહ્યા છે. એક્સ્ટેનશન અપાયા બાદ નિવૃત થઈ રહ્યા છે. આથી તેમના સ્થાને વિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ સંભાળશે. UPSCની મળેલી બેઠક બાદ નવા ડીજીપીની નિમણુંક કરવામાં આવશે.
- Advertisement -
નવા મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ
સાથે સાથે રાજ્યને નવા મુખ્ય સચિવ પણ મળ્યા છે. ત્યારે મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ સોંપવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સાંજે 4 વાગ્યા બાદ નવા મુખ્ય સચિવ રાજ કુમાર ચાર્જ સંભાળશે.