-રાત્રીનો સૂપ, રાગી ઢોસા, જવાર વેજીટેબલ ઉપમા એ સ્ટાર્ટર
-ભોજનમાં બાજરા-જુવારની રોટી, સ્વીટમાં રાગી, અખરોટના લાડુ અને ઘણું બધું: બાજરા ડુંગળીના મુઠીયા પણ મળશે
- Advertisement -
2023ના વર્ષને ‘મિલેટ-યર’ જાડા ધાન્યના વર્ષ તરીકે જાહેર કરાયા બાદ હવે સંસદની કેન્ટીનમાં પણ રાગીની પુરી, ઉપમા અને જુવાર બાજરાની રોટી તથા અન્ય જાડા ધાન્ય વાનગીઓ પીરસવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમની ‘મન કી બાત’ના કાર્યક્રમમાં ભારતમાં યોજાનારી જી-20 દેશોની શ્રેણીબદ્ધ બેઠકોમાં પણ મિલેટી-ડિશીશ પીરસવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યો હતો તો લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ પણ ખાસ મિલેટ-મેનું તૈયાર કરવા માટે સંસદીય સમીતીને જણાવ્યું હતું.
જેમાં હવે બાજરાની રાબ (સૂપ) રાગી ઢોસા, રાગી ઈડલી, જુવાર, વેજીટેબલ ઉપમા વિ. સ્ટારર તરીકે અપાશે. ઉપરાંત સરસોનું શાક, મકાઈ-જુવાર-રોટી, રાગીપુરી અને તેની સાથે બટેટાનું શાક, મિકસ ખીચડી, બાજરા, ખીચડી અને તેની લસણની ચટણી તો મીષ્ટાનમાં કેસરી ખીર, રાગી-અખરોટના લાડુ અને બાજરાનો ચુરમો પીરસાશે.
- Advertisement -
આ સમગ્ર મેનુ પણ એ રીતે તૈયાર કરાયું છે કે આપણી પરંપરાગત ભોજન પ્રણાલી તેમાં સમાઈ જાય છે. આ ઉપરાંત ઓટસ મિલ્ક, સોયામિલ્ક, રાગી મટરની રાબ, ઉપરાંત ગુજરાતી વાનગી, બાજરા-ડુંગળીના મુઠીયા પણ મળશે.
ઉપરાંત મધ્યપ્રદેશની વાનગી શાહી બાજરાની ટીકકી, કેરાળાની વાનગી રાગી ઢોસા અને શિંગદાણાની ચટણી ઉપરાંત સલાડ પણ હવે આ મેનુ આઈટીડીસીના શેફ દ્વારા તૈયાર કરાયુ છે જે પાંચ વર્ષથી રાષ્ટ્રપતિ ભવન ખાતે ભોજન સમારોહમાં વિવિધ વાનગીઓ તૈયાર કરે છે અને 2020 થી તેઓ પાસે સંસદ ભવન કેન્ટીનનો પણ કોન્ટ્રાકટ છે.
દરેક થાળીમાં એક મિલેટ વાનગી હશે અને તે મેનું આરોગ્યપ્રદ પણ બને તે જોવાશે.
જો કે અન્ય મેનુ પણ યથાવત રખાયા છે. સરકારે હવે દેશમાં જાડા ધાન્યને પ્રોત્સાહિત કરવા અને તેનું ઉત્પાદન તથા ઉપયોગ વધે તે જોવા પણ પ્રયાસો શરૂ કર્યા છે જેમાં જાડાધાન્ય ઉત્પાદનમાં રાજસ્થાન, ઉતરપ્રદેશ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક્ર અને તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ખાસ યોજના અમલમાં મુકાશે.