ગુજરાતી ફિલ્મોના સૌથી મોટા, સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારંભ
કાર્યક્રમનું આયોજન તીહાઇ ધ મ્યુઝિક પીપલ તથા પાવરા એન્ટરટાઇનમેન્ટ કરાયું
- Advertisement -
કાર્યક્રમમાં હિતેન કુમાર, રશ્મિ દેસાઈ, ડાયરેક્ટર સંજય છેલ, તારક મહેતાના આસિત મોદી સહિતનાઓની ઉપસ્થિતિ
મુંબઈના સ્પોર્ટ્સ ક્લબમાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 2020માં કચ્છના સફેદ રણમાં ગુજરાત ટુરિઝમ અને રણોત્સવના સહયોગથી યોજાયેલા ગુજરાતી ફિલ્મોના ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી 2019-2020 ઘણાને યાદ જ હશે. ત્યારે ફરી એકવાર ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી 2021-2022નું ભવ્યાતિભવ્ય આયોજન આગામી 19 માર્ચે દુબઈ ખાતે થશે. 1 જાન્યુઆરી 2021 થી 31 ડીસેમ્બર 2022 વચ્ચે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. મુંબઈની પ્રતિષ્ઠિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોલીવુડ અને ગુજરાતી મનોરંજન જગતના દિગ્ગજોની વિશેષ ઉપસ્થિતિમાં તીહાઇ ધ મ્યુઝીક પીપલ તથા પાવરા એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ જાહેરાત માટે ખાસ નિમંત્રીતોની હાજરીમાં યોજાયેલા એક મેગા કાર્યક્રમમાં સંપૂર્ણ આયોજનની બારીકાઈથી વિગતો તીહાઇ ધ મ્યુઝીક પીપલના અભિલાષ ઘોડા તથા પાવરા એન્ટરટાઇનમેન્ટના ડો. જયેશ પાવરાએ સંયુક્ત રીતે આપી હતી..
તેઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતી ફિલ્મોને વધુ ઉંચાઇ પર લઇ જવાના ઇરાદા સાથે અમે 2020 માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસ માં પ્રથમ વખત ડેસ્ટીનેશન એવોર્ડ નું દબદબાભેર આયોજન કચ્છના સફેદ રણમાં કર્યું ત્યારે મનોરંજન જગતના અનેક નામી લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે અમે વધુ મોટી છલાંગ મારવા સંપુર્ણ પણે કટીબદ્ધ છીએ. હવે અમે જ અમારો વિક્રમ તોડી આખું આયોજન દુબઈ ખાતે કરવા જઇ રહ્યા છીએ.
- Advertisement -
નોમીનેશનમાં આવેલા નામો સહિત બોલીવુડ તથા ગુજરાતી મનોરંજન જગતના દિગ્ગજો, પ્રાયોજકોના પ્રતિનિધિઓ સહિત પસંદગીના અંદાજીત 300 લોકોને આયોજકો દ્વારા આગામી તારીખ 18 માર્ચે દુબઈ લઇ જવામાં આવશે. તારીખ 19 માર્ચના રોજ દુબઈ ના અતિ પ્રતિષ્ઠિત બોલીવુડ પાર્ક ખાતે બીજા ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી 2021 – 2022 નું આયોજન ભારતથી દુબઈ ગયેલા ખાસ મહેમાનો તથા દુબઈ સ્થિત ખાસ આમંત્રીતોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં પેનોરામા સ્ટુડિયોના કુમાર મંગલ પાઠક, વીતેલા જમાનાની તિરંગા સહિત અનેક સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક મેહુલ કુમાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસીત મોદી, બોલીવુડની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ, ટ્રાન્સમીડીયાના, જસ્મીનભાઇ શાહ, મુંબઈ સમાચારના નિલેશ દવે, બોલીવુડના જાણીતા લેખક દિગ્દર્શક સંજય છેલ, જાણીતા લેખીકા વક્તા કાજલ ઓઝા વૈદ્ય, સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.