ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન સંયુકત બાતમી આધારે બેડીયા ગામની સીમાડા નામે ઓળખાતી સીમમાં વાડીના વાડી માલિક ઉમેજના દિપકભાઇ ઉર્ફે દિપુ ઉકાભાઇ જાદવ, અને ઉનાના સામેતર ના સિધ્ધરાજ ભરતભાઇ ગોહિલ, દ્વારા જમીનમાં ખાડો ખોદી પથ્થરોના બેલા થી ભોંયરૂ બનાવી ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવી દારૂનો ધંધો કરતા હતા.પોલીસે રેડ કરી જમીન ઉપર ધૂળ હટાવી, જમીનમાં રહેલા ચોરખાના માંથી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી 304 બોટલની પેટી કુલ 7860 બોટલ કી.રૂ. 14,59,200 તેમજ 20 પેટી બિયર ટીન નંગ-480 જેની કી.રૂ.48000 તેમજ નજીકમાં રહેલા ટ્રેક્ટરમાં પણ દારૂ મળ્યો હોય ટ્રેકટર તથા ટ્રોલી નંગ- 03 કી.રૂ. 15,00,000 અને મોબાઈલ સહિત કુલ મુદામાલ કિ.રૂ.30,17,200/ સાથે પકડી પાડી ગીરગઢડા પોલીસમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રેડ દરમિયાન બે આરોપી ઝડપાયા અને નાની દમણના જગદિશ ઉર્ફે જગી સાવરકુંડલાના સાગર લોહાણાને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે.