ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કઈઇ નાં અજઈં એલ.બી.બાંભણીયા, પ્રવીણભાઈ મોરી, નટુભા બસિયાને મળેલ સયુંકત બાતમીના આધારે સમગ્ર સ્ટાફે હિરણ નદીના પુલ પાસે માર્કેટિંગ યાર્ડ સામે વોચ ગોઠવી વેરાવળ તરફ આવતી કાર રોકી તપાસ કરતા કારની પાછળની સિટના આર્મ રેસ્ટના ખાનામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી 83 બોટલ કી. રૂ.33,640, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલ કાર ની કી.રૂ.150000, મોબાઇલ કી.રૂ.5000 મળી કુલ. કી.રૂ.1,88,640નો મુદામાલ કબ્જે કરી વિવેકભાઇ દેવજીભાઇ જુંગી રહે,પોરબંદર વાળાને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂનો જથ્થો ભરાવનાર હાજર નહી મળી આવનાર યાજ્ઞીક ભીમાભાઇ બાંભણીયા રહે.કોબા વાળાને પણ ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે.નોંધનીય છે કે, આ અગાઉ પોલીસે ઓનલાઇન કુરિયારના પાર્સલ, કેરીના બોક્સ જેવી અલગ અલગ ટેક્નિકથી દારૂની હેરાફેરી કરતા કીમિયાઓનો પર્દાફાશ કર્યો છે પરંતુ બૂટલેગરો અવનવી ટેકનિક નો ઉપયોગ કરી દારૂ ઘૂસાડવાનો કોઈ ન કોઈ રસ્તો શોધી જ લે છે.ત્યારે કઈઇ એ વધુ એક કીમિયાનો પર્દાફાશ કર્યો છે.