– શહેરી વિકાસ, કૃષિ, આદિવાસી જેવા મંત્રાલયોની પણ દેશની પ્રગતિ દર્શાવતી ઝાંખી જોવા મળશે
આગામી 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસે પાટનગરના સમારોહમાં અનેક રાજયોની મનમોહક સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે.આ વખતે કુલ 23 ઝાંખી સામેલ કરવામાં આવી છે. 17 રાજયો અને 6 કેન્દ્રશાસીત દેશોની ઝાંખી જોવા મળશે.દેશની સંસ્કૃતિ, આર્થિક પ્રગતિ, નારીશકિત, તથા આંતરીક અને બાહરી સુરક્ષામાં સધાયેલી પ્રગતિને દર્શાવવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયનાં સુત્રોએ જણાવ્યું છે કે ઉતરાખંડ, ઉતરપ્રદેશ, ઝારખંડ, આસામ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચીમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, લદાખ, દાદરાનગર હવેલી, ગુજરાત, હરીયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક તથા કેરળની ઝાંખી જોવા મળશે.
- Advertisement -
કેન્દ્રનાં સાંસ્કૃતિક મંત્રાલય, કેન્દ્રીય અર્ધ સૈનિકદળ, નાર્કોટીક ક્ધટ્રોલ બ્યુરો, શહેરી વિકાસ મંત્રાલય, આદિવાસી વિભાગ તથા કૃષિ મંત્રાલયની ઝાંખીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં છેલ્લા વર્ષોની સિધ્ધિઓને વર્ણવવામાં આવી છે. પ્રજાસતાક પર્વની પરેડમાં પ્રથમ વખત નાર્કોટીક ક્ધટ્રોલ બ્યુરોની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નશાથી દુર રહેવાનો સંદેશ આપવામાં આવશે.આ ઝાંખીમાં બ્યુરોના કર્મચારી ઉપરાંત ડોગ સ્કવોડ પણ પરેડમાં સામેલ થશે. નશામુકત ભારતની થીમ પર આ ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ઉતરાખંડની ઝાંખીનો વિષય માનસખંડ છે. પરેડમાં ચોથા સ્થાન પર તે રહેશે.ઝાંખીના આગળના અને મધ્યભાગમાં કોરબેટ નેશનલ પાર્કમાં નિહાર કરતાં હરણ, મોર, સહિતના પશુ પક્ષીઓને દર્શાવવામાં આવ્યા છે.જયારે અંતિમ ભાગમાં પ્રસિધ્ધ જાગેશ્વર મંદિર અને દેવદારના વૃક્ષોને દર્શાવવામાં આવ્યા છે.સાથોસાથ ઉતરાખંડની સુપ્રસિધ્ધ લોકકલાને પણ સામેલ કરવામાં આવી છે.
લોક સંસ્કૃતિ પ્રદર્શીત કરવા માટે છોલીયા નૃત્યદળને સામેલ કરવામાં આવ્યુ છે. ઝાંખીની થીમ ઉતરાખંડની લોક સંસ્કૃતિ પર આધારીત છે. હરીયાણાની ઝાંખીની થીમ આંતર રાષ્ટ્રીય ગીતા મહોત્સવ બનાવવામાં આવી છે.તેના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન થશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ઝાંખીઓની પસંદગી ઝોનનાં આધારે કરવામાં આવતી હોય છે.દેશનાં અલગ અલગ ત્રણ ઝોનમાંથી ચૂંટણી કરીને ઝોનની પસંદગી કરવામાં આવે છે. પસંદગી સમિતિ દ્વારા શ્રેણીબદ્ધ બેઠકો યોજીને વિસ્તૃત પરામર્શના આધારે નિર્ણય લે છે.પ્રજાસતાક પર્વની ઉજવણી માટે સુરક્ષાથી માંડીને ટ્રાફીક સુધીનાં પગલાઓનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રજાસતાક પૂર્વે આજે અને આવતીકાલે જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમમાં સૈન્ય ટેન્કો, અને જનજાતિય નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેમ હોવાથી ટ્રાફીક સહિતના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.