– કેન્દ્ર અને રાજય સરકારના વાહનો માટે પોલીસી પ્રથમ લાગુ કરવા તૈયારી
– ઈમરજન્સી સેવાઓ, પોલીસ તથા લશ્કરી દળને હાલ આ નીતિમાંથી મુક્તિ
- Advertisement -
દેશમાં 15 વર્ષથી વધુ જુના વાહનો કે જે ઈંધણનો વધુ વપરાશ કરે છે તથા પ્રદુષણ ફેલાવવામાં પણ ભૂમિકા ભજવે છે તેને સ્ક્રેપમાં મોકલવાની નીતિનો તા.1 એપ્રિલથી અમલ શરુ થશે અને પ્રથમ તબકકે કેન્દ્ર અને રાજય સરકારોના આ પ્રકારના 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપમાં મોકલાશે જેમાં સરકાર દ્વારા ચલાવાતી જાહેર ટ્રાન્સપોર્ટની બસો તેમજ સરકારી સાહસો અને નિગમોના વાહનોનો પણ સમાવેશ થાય છે.
રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરીટી દ્વારા આ અંગે એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જો કે આ નિયમ સ્પેશ્યલ ર્નઝ વ્હીકલ એટલે કે ફાયર બ્રિગેડ કે તેવી ઈમરજન્સી સેવા અને સંરક્ષણ દળોના વાહનોને લાગુ થશે નહી. આ ઉપરાત પોલીસ સહિતની એજન્સીઓ કે જે કાયદો અને વ્યવસ્થાના અમલમાં મહત્વની કામગીરી ભજવે છે તેના વાહનોને પણ પ્રથમ તબકકામાં આવરી લેવાશે નહી પરંતુ જે વાહનો તેના રજીસ્ટ્રેશનની તારીખથી 15 વર્ષ વીતી ગયા હોય તેને રજીસ્ટર વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલીટીમાં મોકલી દેવામાં આવશે અને તે વાહનોનું રજીસ્ટ્રેશન રદ થશે તેમજ તે સ્ક્રેપમાં મોકલવામાં આવશે.
ગત વર્ષના કેન્દ્રીય બજેટમાં નવી સ્ક્રેપીંગ પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વ્યક્તિગત વાહનો કે જે કાર સહિતના છે તે 20 વર્ષથી વધુ જુના તેમજ કોમર્સીયલ વાહનો તેમજ સરકારી સેવાઓમાં રહેલા વાહનો જે 15 વર્ષથી વધુ જુના હોય તેને સ્ક્રેપમાં મોકલવાની યોજના છે. પોલીસી તા.1 એપ્રિલ 2022 થી અમલી બની ગઈ છે અને હવે સરકારે આગામી દિવસોમાં વાહનો માટે ફીટનેસ સેન્ટર ઉભા કરવા તૈયારી કરી છે જે ખાનગી વાહનોના ફીટનેસ ટેસ્ટ કરીને જે માર્ગ પર દોડાવવા યોગ્ય છે કે નહી તે નિર્ણય લેશે. આ ઉપરાંત યોજના મુજબ નવા વાહનોના રજીસ્ટ્રેશનમાં 25% રિબેટ અપાશે.
- Advertisement -