ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતાં એક શખ્સે વેચાણ માટે વિદેશી દારૂૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડીને 88 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડીને એક શખ્સની ધરપકડ કરી હતી. વાંકાનેર સિટી પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા ભદુભાઈ કાળુભાઈ માનસુરીયાએ વેચાણ કરવા માટે વિદેશી દારૂૂનો જથ્થો ઉતારેલ છે જે ચોકકસ બાતમીને આધારે પોલીસ સ્ટાફે દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની 228 બોટલો ઝડપી પાડી હતી અને કુલ રૂૂ. 88,980 ના મુદ્દામાલ સાથે આરોપી સંજય ઉર્ફે ભદુ કાળુભાઈ માનસુરીયા (ઉં.વ. 24) ની ધરપકડ કરીને આરોપી વિરૂૂદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકે ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરના આરોગ્યનગરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
