– બોની લવ રંજનની ફિલ્મમાં એકટર તરીકે ચમકશે
બોલિવુડની બ્લોક બસ્ટર મુવીમાં ‘મિસ્ટર ઈન્ડિયા’નો સમાવેશ થાય છે. આ ફિલ્મ આબાલવૃધ્ધને પસંદ આવી હતી. 1987માં બનેલી આ ફિલ્મની સિકવલ ખૂબ જલદી બની રહી છે. અને આ બાબતનો ખુલાસો ખુલ ફિલ્મના નિર્માતા બોની કપૂરે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તે ‘મિસ્ટર ઈન્ડિયા’ની સિકવલ બનાવશે. બોની કપૂરે જણાવ્યું હતું કે મારી કેટલીક ફિલ્મોની અગાઉ પણ કોઈના કોઈ રીતે રીમેક બનાવાઈ છે.
- Advertisement -
તેમાં ‘પોંગા પંડિત’ સામેલ છે, અમારી જુની સ્લેટની કેટલીક ફિલ્મો છે, જે ફરીથી એક અલગ દુનિયામાં બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોની કપૂર લવ રંજનની એક ફિલ્મમાં એકટર તરીકે જોવા મળશે. આ મામલે બોનીએ જણાવ્યું હતું કે પહેલા તો હું આ ઓફર ઠુકરાવવાનો હતો પણ લવે મને આ ફિલ્મ કરવા માટે મનાવી લીધો હતો. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો અને મને ખુશી છે કે મે અભિનયના ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો. મને આશા છે કે લોકોને આ ફિલ્મ જોઈને મઝા આવશે. આ રોમન્ટિક- કોમેડી ડ્રામામાં રણબીર કપૂર, શ્રધ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં છે.