રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત રાજય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તા.14 મી જાન્યુઆરી 2023 ના સવારે 7 થી 8 કલાક દરમિયાન 75 વિશેષ સ્થળોએ કરવામાં આવેલું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા માં ગાંધી મ્યુઝિયમ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ તેમજ સાધુ વાસવાની રોડ ખાતે ખાતે 700થી વધુ યોગી ભાઈ – બહેનો દ્વારા 51 સુર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને સૂર્ય નમસ્કાર કરી અનેરી ઉર્જા સાથે વંદન કર્યા હતા. તેઓ યોગ પ્રત્યે જાગૃતિ કેળવી યોગનો પ્રચાર પ્રસાર થાય તેવો ઉમદા હેતુ હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર- કચ્છ ઝોન કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી,પતંજલિ યોગ મહિલા પ્રભારી નીશાબેન ઠુમ્મર, અઈંઈંખજના હેલ્થ ઓફિસર રૂપીન્દર કુમાર, ડો. છગનભાઈ કણસાગરા, કૌશિક ભાઈ ગોવાણી તથા બાબુભાઈ પટેલ આ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું.
મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે 51 સૂર્ય નમસ્કારનું આયોજન
Follow US
Find US on Social Medias