41 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ અને રૂ.36.19 લાખની વસૂલાત કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
આજ સોમવારને તા.16ના રોજ મનપાની વેરા વસૂલાત ખાતા દ્વારા બાકીદારો પર કડક ઝુંબેશ ચલાવી ને નોટિસ, જપ્તી અને સીલ મારવા સુધીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે.
આજરોજ 18 મિલ્કતને સીલ, 41ને ટાંચ જપ્તીની નોટીસ અને રૂ.36.19 લાખની વસૂલાત કરવામાં આવી છે. જેમાં વિવિધ વોર્ડ માંથી 150 ફૂટ રીંગ રોડ આવેલા ધ સ્પાયર બિલ્ડિંગમાં 4- મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ ફટકારવામાં આવી હતી.
રેસકોર્ષ રિંગરોડ પર આવેલ 6-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીકવરી રૂ. 80,000, જામનગર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.51,000, સદર બજાર મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ. 3.25 લાખ, ગાયકવાડી વીસ્તારમાં 5-મીલ્કતોને નોટીસને રીકવરી 40,000, લાતીપ્લોટ વિસ્તારમાં બાકી માંગણા સામે જપ્તીની 7-નોટીસ ઇસ્યુ,લાતીપ્લોટમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ. 1.00 લાખ, પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 3 મિલકતો સીલ કરતા રીકવરી 2.30 લાખ,મનહર પ્લોટ વિસ્તારમાં બાકી માંગણા સામે રીકવરી રૂ. 1.18 લાખ,ડો.યાજ્ઞિક રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ, પંચાયત નગર વિસ્તારમાં 4-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ.1.80 લાખ, જીવરાજ પાર્ક વિસ્તારમાં 3-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ.1.80 લાખ,વાવડી વિસ્તારમાં 4-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ,ઉમાકાંત ઉદ્યોગનગરમાં 3-મિલકતો સીલ કરતાં રીકવરી રૂ. 3.68 લાખ,ગોંડલ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ. 3.08 લાખ,બાપુનગર વિસ્તારમાં 4-મેલ્કતો સિલ કરાતા રીકવરી 1.79 લાખ અને 4-યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ,સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 3-મિલકતો સિલ કરતા રીકવરી 2.30 લાખ,ખોડીયાર નગર મેઇન રોડ પર 4-મીલ્કતો ને નોટીસ તથા રીકવરી 2.50 લાખ. જેમાં સે.ઝોન દ્વારા કુલ -11 મિલ્કતોને સીલ મારેલ તથા 15-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.16.89 લાખ. વેસ્ટ ઝોન દ્વારા કુલ- 15 -મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.11.20 લાખ.ઇસ્ટ ઝોન દ્વારા કુલ -7 મિલ્કતોને સીલ 11 -મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.8.10 લાખ
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.