– રાજકોટ સહિત ચાર મહાનગરોનો જ મોટો હિસ્સો
મોંઘા ઈંધણ-પ્રદુષણ સામેની લડાઈમાં ઈલેકટ્રીક વાહનો તરફનો ટ્રેંડ વધ્યો છે. ત્યારે આ ક્ષેત્રે ક્રાંતિ શરૂ થઈ ગયો હોય તેમ ગુજરાતમાં ઈલેકટ્રીક-વાહનોના વેચાણમાં 600 ટકાથી વધુનો ધરખમ વધારો થયો છે.
- Advertisement -
ગુજરાતમાં 2022 માં 68999 ઈલેકટ્રીક વાહનોનું વેંચાણ થયુ છે. જે સંખ્યા 2021 માં માત્ર 9776 ની હતી. સીએનજી વાહનો કરતા પણ ઈલેકટ્રીક વાહનોનું વેંચાણ વધી ગયુ છે.સીએનજી વાહનોનું વેચાણ 2022 માં 50,007 નોંધાયું છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નવા નવા ચાર્જીંગ સ્ટેશનો ઉભા થઈ રહ્યા હોવાને પગલે ઈલેકટ્રીક વાહનોનો ટ્રેંડ વધી રહ્યો છે. દેશમાં ગુજરાત સહીત 18 રાજયોએ ઈલેકટ્રીક વાહનોની નીતિ તૈયાર કરી છે. ઓકટોબર 2021 થી ઈલેકટ્રીક વાહનોના વેચાણ રફતાર પકડવા લાગ્યા હતા. જે 2022 માં વધુ ઝડપી બન્યુ હતું.
ચાલુ વર્ષે 2023 ના પ્રથમ દસ દિવસમાં જ 2168 ઈલેકટ્રીક વાહનોનું વેંચાણ થઈ ગયુ છે.જેમાં 60 ટકા હિસ્સો ટુ-વ્હીલરનો છે. રાજયના પશ્ચિમ વિભાગનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે, સીએનજી વાહનોનો વેંચાણ વૃધ્ધિદર ગત વર્ષે 58 ટકા હતો પરંતુ ઈલેકટ્રીક વાહનોનો 606 ટકા રહ્યો છે. સમગ્ર દેશનો વૃધ્ધિદર 211 વાહનો તેની સરખામણીએ પણ ગુજરાતનું વેચાણ ત્રણ ગણુ વધુ છે.
- Advertisement -
ટ્રાન્સપોર્ટ વિભાગનાં અધિક સચીવ મનોજદાસે કહ્યું કે ઈલેકટ્રીક વાહનોનાં વેચાણની વૃધ્ધિ આકર્ષક છે. વધુને વધુ ચાર્જીંગ સ્ટેશનો ખુલતા ગ્રાહકોને વિશ્વાસ વધ્યો છે. ઉપરાંત અનેકવિધ રાહતો તથા સબસીડીનું પણ આકર્ષણ છે. ઈંધણનાં ઉંચા ભાવ સામે ઈલેકટ્રીક વાહનો સસ્તા પડે છે.
પેટ્રોલનાં વાહનોમાં એક કિલોમીટરનો ખર્ચ રૂા.5, સીએનજી વાહનોમાં રૂા.3.50 થી 4 સામે ઈલેકટ્રીક વાહનોમાં પ્રતિ કિલોમીટર ખર્ચ રૂા.1 નો 2 નો છે.ઈલેકટ્રીક વાહનો ફુલ ચાર્જ થતા 300 કી.મી. ચાલે છે તે પણ એક જમાપાસુ છે. આ સિંગલ આવકવેરા ધારાની કલમ 80 ઈઈબી હેઠળ કરદાતાને દોઢ લાખ સુધીના વ્યાજનું ડીડકશન પણ મળે છે.