લગભગ બે વર્ષ પહેલા આવી જ ઘટના અમેરિકી કેપિટલ હિલમાં બની હતી, તેવી જ ઘટના હવે બ્રાઝીલીયન સુપ્રીમ કોર્ટમાં અને સંસદમાં જોવા મળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના સમર્થકોએ તેમના વિરોધી રાષ્ટ્રપતિ લુઈજ ઇનાસીયો લુલા ડા સિલ્વાના શપથના એક અઠવાડિયા બાદ રવિવારે રાજધાની કોંગ્રેસ, સુપ્રીમકોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને જ્યાં બ્રાઝિલમાં બોલસોનારો પર લોકશાહીને તોડી પાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ આ સમગ્ર હોબાળાથી પોતાને અલગ કરીને સમર્થકોના કૃત્યોની નિંદા કરી છે.
બ્રાઝિલની આ ઘટનાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. વડાપ્રધાને કહ્યું છે કે તેઓ બ્રાઝીલિયામાં સરકારી સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારોથી ખુબ જ ચિંતિત છે. લોકશાહીની પરંપરાનું સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલના અધિકારીઓને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. બ્રાઝિલની હિંસાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક વૈશ્વિક નેતાઓએ નિવેદન જારી કર્યા છે અને આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
- Advertisement -
બ્રાઝીલીયન સરકારે આ હિંસાનો સામનો કરવા શું કરી રહી છે?
આ હિંસાને જોતા કાયદા અમલીકરણ એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ છે. સંસદ ભવનની આજુબાજુના વિસ્તારમાં ખાલી કરાવવાની ઘટનામાં 400 કરતા વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા એ રાજધાની સુરક્ષાદળોના પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવાના આદેશ આપ્યા છે. સાથે જ, તેમણે 31 જાન્યુઆરી સુધી બ્રાસિલિયામાં એક સંઘીય સુરક્ષા લડવાની ઘોષણા કરી છે.