સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનના હમણાંના અહેવાલ મુજબ, ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાની સંભાવના છે. વસ્તી વધારાના લીધે દેશ પર સામાજિક અને આર્થિક બોજ જોવા મળી શકે છે. દક્ષિણ એશિયાના પ્રોફેસર જણાવ્યું હતું કે, “મોટાભાગના લોકો માને છે કે ભારતની અર્થવ્યવસ્થામાં હજુ ઘણું સારું કરી શકે તેવી સંભાવનાઓ છે કારણ કે તે ભારત પાસે યુવા ઘન છે.” ભારતના ઝડપથી વધતી વસ્તી જેમાં 4માંથી લગભગ એક 15 વર્ષથી ઓછી વયના છે અને લગભગ અડધા 25 વર્ષથી ઓછી ઉંમરના છે. ચીનમાં લગભગ 1.45 અબજની વસ્તી છે, પરંતુ 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો વસ્તીનો માત્ર એક ક્વાર્ટર છે.
એક નિષ્ણાત દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, “ભારતીય ઉપખંડે હંમેશા મજબૂત માનવ વસ્તીને સમર્થન આપ્યું છે. ભારતની તુલના ઘણા લાંબા સમયથી ચીન સાથે જ કરવામાં આવી છે અને તેઓ લાંબા સમયથી એકબીજા સાથે વેપાર પણ કરે છે.” 1950 થી, વિશ્વની વસ્તી વૃદ્ધિમાં ભારત અને ચીનનો હિસ્સો અંદાજિત 35% છે. ચીન વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. સંયુક્ત રીતે બે વસ્તી કેન્દ્રો વિશ્વની આશરે 8 અબજ લોકોનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.