વેરા-વસૂલાત શાખા દ્વારા કુલ 12 મિલ્કતોને સીલ કરેલ તથા 65 મિલકતને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.55.28 લાખ રિકવરી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના વિવિધ વોર્ડમાં વેરા વસૂલાત શાખા દ્વારા વેરાની વસુલાત માટે સિલ, જપ્તી તથા નોટિસની કામગીરી કરવામાં આવી હતી જેમાં150 ફૂટ રીંગ રોડ પર આવેલ યશ કોમ્પ્લેક્ષમાં 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ, રૈયા રોડ પર આવેલ ઉપાસના કોમ્પ્લેક્ષ મા 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ, મોરબી રોડ પર આવેલ 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.76,000/ જુના જકાત નાકા પાસે આવેલ મારૂતી હેડ રીપેરીંગ ના યુનિટ ને ટાંચ જપ્તીની નોટીસ આપેલ, સંત કબીર રોડ પર 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.48 લાખ,ક્રોસ રોડ પર આવેલ પ્રણામી નિવાસ યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.00 લાખ, ક્રોસ રોડ પર 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ,રણછોડનગર માં આવેલ પ્રતિક સ્કુલ યુનિટને ટાંચ જપ્તી નોટીસ, રજપૂત પરામાં આવેલ સંજય કોમ્પ્લેક્ષ શોપ નં.320 ને સીલ કરતા રીકવરી રૂ.72,933/, રજપુતપરા મેઇન રોડ પર 1-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.82,000/, માલવીયા ચોક પાસે આવેલ પ્રમુખ સ્વામી આર્કેડમાં 9-યુનિટને નોટીસ આપેલ, માલવીયા ચોક પાસે આવેલ પ્રમુખ સ્વામી આર્કેડ માં 4-યુનિટને સીલ મારેલ,ડો. યાજ્ઞીક રોડ પર આવેલ પરફેક્ટ પોઇન્ટ માં 3-યુનિટ સીલ,ડો. યાજ્ઞીક રોડ પર આવેલ મેટ્રો બ્રાંડ લી. ના યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ,ડો. યાજ્ઞીક રોડ પર આવેલ બિઝનેશ ટર્મીનલ માં 3-યુનિટને નોટીસ આપેલ,નાના મવા રોડ 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.41 લાખ,150 ફૂટ રીંગ રોડ આકૃતી બીઝ માં 1-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.35 લાખ,150 ફૂટ રીંગ રોડ સુર્યા કોમ્પ્લેક્ષ માં 1-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરીરૂ.90,000/,યુનિ. રોડ પર આવેલ અન્નપુર્ણા રેસ્ટોરન્ટ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.68,000/,ચંદ્રપાર્ક મેઇન રોડ પર આવેલ 5-યુનિટને નોટીસ તથા રીકવરી રૂ.1.26 લાખ,વાવડી વિસ્તારમાં 3- યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.2.75 લાખ,પૂજારા પ્લોટ 3- યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.20લાખ,મારૂતી ઇન્ડ. એરીયામાં 7-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2.85 લાખ,આજી વસાહત એરીયામાં 6- યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.3.44 લાખ,પરસાણા સોસાયટીમાં 2- બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.70,000/કોઠારીયા રીંગ રોડ પર આવેલ વૈભવ રોડવેઝ ના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.20 લાખ,વરૂણ ઇન્ડ. એરીયામાં આવેલ 4-યુનિટને નોટીસ તથા રીકવરી રૂ.1.12 લાખ વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી છે
જેમાં સેન્ટ્રલ ઝોન દ્વારા કુલ -12 મિલ્કતોને સીલ મારેલ તથા 18-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.15.55લાખ,વેસ્ટ ઝોન દ્વારા કુલ- 19 – મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા. 23.81 લાખ,ઇસ્ટ ઝોન દ્વારા કુલ – 28- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.15.92લાખ આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા,નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.