P.I. ઈલાબેન સાવલિયા અને P.S.I. હરિયાણીએ કાયદાનાં દુરૂપયોગની તમામ સીમા વટાવી
જ્ઞાતિવાદનાં જોરે ટિકિટ મેળવીને જીતેલા એક ધારાસભ્યે પોલીસ પર દબાણ આણ્યું અને ગુનો નોંધાવ્યો
- Advertisement -
ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશના નામે નિર્દોષને સજા અને દોષીને મજા કરાવતો એક કિસ્સો રાજકોટ માલવિયાનગર પોલીસસ્ટેશનમાં પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ખોટા ગુનામાં સંડોવી દીધા છે એવું ખાસ-ખબર કાર્યાલય પર આવીને વિક્રમસિંહ જાડેજાએ કહેલી બનાવની વિગત મુજબ 2020માં વિક્રમસિંહ જાડેજાએ જયંતિ વોરા અને અજય વોરા નામના પિતા-પુત્ર સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરી આશરે 17 લાખની રકમ આપી હતી. વિક્રમસિંહે જાડેજાએ જયંતિ વોરા સાથે પુટીના કારખાનામાં મશીનરી લેવા પેટે અને અજય વોરા સાથે મોબાઈલના હોલસેલના ધંધામાં માલ લેવા પેટે કુલ મળી 17 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2020થી પિતા-પુત્ર જયંતિ વોરા અને અજય વોરા સાથે ભાગીદારીના ધંધામાં જોડાયેલા વિક્રમસિંહ જાડેજાએ જ્યારે તેમની પાસે ધંધાનો હિસાબ-કિતાબ માંગ્યો ત્યારે જયંતિ વોરા અને અજય વોરાએ તેમને આનાકાની કરી ધંધાનો હિસાબ-કિતાબ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. ધંધા પેટે રોકેલા પૈસાની જાણ જયંતિ વોરા અને અજય વોરાએ ન કરતા વિક્રમસિંહ જાડેજાએ આજથી છ મહિના અગાઉ 2022માં રાજકોટ તાલુકા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિક્રમસિંહ જાડેજાની ફરિયાદને આધારે રાજકોટ તાલુકા પોલીસસ્ટેશને જયંતિ વોરા અને અજય વોરા પર સામાન્ય 151ની કલમ લગાડી છોડી મૂક્યા હતા.
વ્યાજખોરો વિરૂદ્ધની ઝૂંબેશનો ભયાનક દુરૂપયોગ કરતી માલવિયા નગર પોલીસ
હવે જ્યારે રાજ્યભરમાં ગેરકાયદે વ્યાજ પર પૈસા આપનારાઓ વિરુદ્ધ ગૃહવિભાગ દ્વારા એક ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે આ ઝુંબેશને હાથો બનાવી જયંતિ વોરા અને અજય વોરાએ વિક્રમસિંહે ભાગીદાર તરીકે ધંધામાં રોકેલા પૈસાને વ્યાજે આપેલા પૈસામાં ખપાવી દીધા હતા અને વિક્રમસિંહ જાડેજા વિરુદ્ધ રાજકોટના માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટી પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. જયંતિ વોરા અને અજય વોરાની ફરિયાદને આધારે માલવીયાનગર પોલીસના પી.આઈ. સાવલિયા અને પી.એસ.આઈ. હરિયાણીએ વિક્રમસિંહ જાડેજાને પોલીસસ્ટેશન બોલાવ્યા હતા જ્યાં વિક્રમસિંહ જાડેજાએ પોતે નિર્દોષ હોવાના તમામ આધારપુરાવાઓ રજૂ કર્યા હોવા છતાં તેમની પર વ્યાજવટાવની ગંભીર કલમ 384, 506-2, 144 સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અત્યંત ચોંકાવનારી બાબત તો છે જ સાથે પોલીસ અને આરોપીઓ દ્વારા વિક્રમસિંહ જાડેજા જેવા અત્યંત ભોળાભગત વ્યક્તિ કઈ રીતે કાયદાનો ખોટો શિકાર બનાવવામાં આવ્યા છે તે સમજાવી જાય છે.
- Advertisement -
PSI હરિયાણીની ધમકી, ફરિયાદી કે અમારા વિરુદ્ધ કઈ કર્યું તો પાસામાં નાખી દેશું
રાજકોટ માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટી પોલીસચોકીના પી.એસ.આઈ. હરિયાણીએ વિક્રમસિંહ જાડેજા પર વ્યાજવટાવની ગંભીર કલમો ખોટી રીતે દાખલ કરી કહ્યું હતું કે, હવે ફરિયાદી કે અમારા વિરુદ્ધ કઈપણ કરવા કોશિશ કરી છે તો વધુ કેસ કરીને પાસામાં ધકેલી દેશું. પી.એસ.આઈ. હરિયાણીએ નિર્દોષ વિક્રમસિંહ જાડેજાને ગેરકાનૂની રીતે ધાક-ધમકીઓ આપીને હેરાન-પરેશાન કર્યા હતા તેની વિગતો ખુદ પોલીસથી પીડિત વિક્રમસિંહ જાડેજાએ ‘ખાસ-ખબર’ને જણાવી હતી.
પીડિત વિક્રમસિંહ જાડેજા હાઈકોર્ટમાં પોલીસ વિરૂદ્ધ પિટિશન દાખલ કરશે
જયંતિ વોરા અને અજય વોરાએ પોતાના ભાગીદાર વિક્રમસિંહ વિરુદ્ધ કરેલી ખોટી ફરિયાદને આધારે માલવીયાનગર પોલીસના પી.આઈ. સાવલિયા અને પી.એસ.આઈ. હરિયાણીએ વિક્રમસિંહ જાડેજાને પોલીસસ્ટેશન બોલાવ્યા હતા, વિક્રમસિંહ જાડેજાએ પોતે નિર્દોષ હોવાના તમામ આધારપુરાવાઓ રજૂ કર્યા હોવા છતાં પોલીસ દ્વારા તેમની પર ખોટી રીતે વ્યાજવટાવની ગંભીર કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે વિક્રમસિંહ જાડેજા પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટેમાં પિટિશનમાં દાખલ કરશે.
ધારાસભ્યની ભલામણને આધારે પોલીસે ખોટી ફરિયાદ નોંધી
જયંતિ વોરા અને અજય વોરાએ તેમના ભાગીદાર વિક્રમસિંહ જાડેજાએ ધંધામાં રોકેલા પૈસાને વ્યાજે આપેલા પૈસામાં ખપાવી દીધા હતા અને વિક્રમસિંહ જાડેજા વિરુદ્ધ રાજકોટના માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટી પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે વિક્રમસિંહ જાડેજા પર વ્યાજવટાવની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. વિક્રમસિંહ જાડેજાના કહ્યા મુજબ એક ધારાસભ્યની ભલામણને આધારે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે.
CP રાજુ ભાર્ગવ સમગ્ર મામલાની તપાસ કરી કાયદાનો દુરુપયોગ કરનારાઓ વિરુદ્ધ પગલાં લે એ અનિવાર્ય
વિક્રમસિંહ જાડેજાએ જયંતિ વોરા અને અજય વોરા સાથે ભાગીદારી ધંધામાં રોકેલા પૈસાને વ્યાજના પૈસામાં ગણાવી દેવાયા બાદ, વિક્રમસિંહ જાડેજા પર માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારના પર્ણકુટી પોલીસચોકીમાં ખોટી રીતે વ્યાજવટાવની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે રાજકોટના કડક અને પ્રામાણિક પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરાવી કાયદાનો દુરુપયોગ કરનારા વિરુદ્ધ પગલાં લે એ અનિવાર્ય છે.