– લોટનો એક કિલોનો ભાવ 133 રૂપિયા, ખાદ્યતેલનો એક લીટરનો ભાવ 580 રૂપિયા, દુધનો લીટરનો ભાવ 190 રૂપિયા
ત્રાસવાદને પાળવા પોષવામાં રત પાકિસ્તાનની આર્થિક હાલત ખસ્તા હાલ ગઈ ગઈ છે.વાઘા બોર્ડરની એક બાજુ એટલે કે ભારત બાજુ લોટનો ભાવ કિલોનો 30 થી 40 રૂપિયા છે.જયારે બીજી બાજુ એટલે કે પાકિસ્તાનમાં એટલા લોટનો ભાવ 133 રૂપિયા છે. ભારત બાજુ ગેસ સિલીન્ડરનો ભાવ એક હજાર રૂપિયા છે તો પાકિસ્તાન બાજુ 10 હજાર રૂપિયા!
- Advertisement -
પાકિસ્તાનમાં ભીષણ પુર, અસ્થિર સરકાર, વીજ સંકટ અને ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડારથી આર્થિક હાલત કથળી ગઈ છે.દેશ પાસે માત્ર ત્રણ અઠવાડીયાનો આયાત કરી શકાય એટલો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે.
લાહોર સહીત કેટલાંક શહેરોમાં લોટની ભારે અછત સર્જાઈ છે.15 કિલોગ્રામ લોટની થેલીની કિંમત 2000 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.આટલું જ નહિં, ખાવા-પીવાની દરેક ચીજ મોંઘી થઈ ગઈ છે. અહી એક લીટર દુધની કિંમત 190 રૂપિયા છે તો પેટ્રોલનો એક લીટરનો ભાવ 215 રૂપિયા થઈ ગયો છે. એક કિલો ચિકનનો ભાવ 650 રૂપિયા છે. જયારે એક ડઝન ઈંડા 330 રૂપિયામાં મળે છે. ઉલ્લેખનીય છે કે ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 2.73 રૂપિયા બરાબર છે.
ભાવ વધવાનું કારણ
બજારમાં સબસીડીવાળા લોટનો સ્ટોક ખતમ થઈ ગયો છે. સંકટની પાછળ ખાદ્ય વિભાગ અને આટા મિલો વચ્ચે મિલ મેનેજમેન્ટને કારણ બતાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ શાહબાજ સરકારે સબસીડીની અસર ઘટાડવા યુટીલીટી સ્ટોર્સ કોર્પોરેશનના માધ્યમથી વેચાણ માટે લોટ, ખાંડ, અને ઘીના મુલ્યમાં 25 થી 62 ટકાનો વધારો કર્યો છે.
- Advertisement -