રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશ અનુસાર
ખાતેદારોએ બેંક વ્યવહાર દરમિયાન શું કરવું અને શું ન કરવું એ અંગેની સમજુતી સાથેનો સરળ ભાષામાં તૈયાર કરાયેલ પત્ર આપવામાં આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રિઝર્વ બેંક ઓફ ઇંડીયાના નિર્દેશ અનુસાર બેંકો દ્વારા રાષ્ટ્રવ્યાપી જાગૃતિ કાર્યક્રમ અંર્તગત નવેમ્બર 2022ના સમગ્ર માસ દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનાં કેન્દ્રસ્થાને ખાતેદાર હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના 12 તાલુકાઓમાં કાર્યક્રમ સંપન્ન થયા હતા.
આરબીઆઇ દ્વારા હાલનાં આર્થિક વ્યવહારો પૈકી પસંદગીના વિષયો નક્કી કરાયા હતા. જેવા કે, (1) એટીએમ ટ્રાન્સઝેકશન નિષ્ફળ જાય તો શું કરવું ? (2) ખાતાઓની પાકતી મુદતની રકમ મેળવવામાં મુશ્કેલી થાય છે ? (3) તમારી જાણ વગર અનઅધિકૃત વ્યવહાર થાય છે ? (4) કોઇપણ પ્રકારની સુચના વગર શુલ્ક (ચાર્જીસ) વસુલવામાં આવે છે? (5) બેંક તમારી ફરિયાદનું નિરાકરણ નથી કર શકતી ? સાથો સાથ બેંક, એનબીએફસી કે આરબીઆઇમાં તમારી ફરિયાદ કેવી રીતે નોંધાવવી ? તમારા ખાતામાં અનધિકૃત વ્યવહાર થાય તો શું કરવું ? બેંક અથવા એનબીએફસી દ્વારા તમારી ફરિયાદ નકારી કાઢવામાં આવે તો ક્યાં સંપર્ક કરવો ? શું તમે ભારતીય રિઝર્વ બેંકની એકીકૃત લોકપાલ યોજના હેઠળ ફરિયાદોના મફત અને સુવિધાજનક નિરાકરણ વિશે જાણો છો ? શું તમને ગ્રાહક તરીકે તમાર અધિકારો અને જવાબદારીઓની જાણ છે ? વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે આર.બી.આઇ.ની સેન્ટ્રલ ઓફિસના ક્ધઝુમર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ડિપાર્ટમેન્ટ દ્વારા નાણાકીય સેવાઓના ગ્રાહક અધિકારો, આંતરિક ફરિયાદ નિવારણ પદ્ધતિ તેમજ વૈકલ્પીક ફરિયાદ નિવારણ પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ અભિયાન યોજાયેલ. આ તમામ વિષય અંગે સરળ સમજુતી માટે આરબીઆઇ દ્વારા દેશભરની તમામ પ્રકારની બેંકો અને નોનફાયનાન્સીયલ સંસ્થાઓને વિવિધ શહેર કે જીલ્લા મુજબ કેન્દ્ર ફાળવેલા હતા.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ને ફાળવણી થયેલ સુરેન્દ્રનગર જીલ્લાના 12 તાલુકા, જેવા કે, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા, થાનગઢ, લીમડી, સાયલા, મુળી, ચુડા, વઢવાણ, લખતર, દસાડા અને પાટડીનો સમાવેશ થતો હતો. દરરોજના બે કેન્દ્રોમાં કાર્યક્રમ યોજાતો હતો. આ કાર્યક્રમનો વધુને વધુ જાહેર જનતા લાભ મેળવે તે માટે જાહેરાત અપાયેલી. ચોપાનીયા વિતરણ કરાયા હતા. કાર્યક્રમના સ્થળે બેનર પ્રદર્શિત કરાયા હતા. ગ્રાહક જાગૃતિના આ કાર્યક્રમ અંગે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ચેરમેન શૈલેષભાઇ ઠાકર, વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીની અને સમગ્ર બોર્ડ ઉપરાંત સીઇઓ વિનોદ કુમાર શર્મા, સીએફઓ યતીનભાઇ ગાંધી, ડી.જી.એમ. રજનીકાંત રાયચુરા, એ.જી.એમ. જયેશભાઇ છાટપારના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનવાયેલ. ટીમમાં જયદેવભાઇ ગજેરા (મેનેજર), પંકજભાઇ જાની, મનસુખભાઇ ગજેરા, ભરતભાઇ કુંવરીયા, દર્શનભાઇ જોષી વગેરે દરેક સેન્ટર ઉપર ગયેલા. બેંક દ્વારા પ્રોજેક્ટર ઉપર દરેક મુદ્ાની વિસ્તૃત સમજણ મળી રહે તેવું પ્રેઝન્ટેશન તૈયાર કરાયેલ. સરળ ભાષામાં સમજુતી અપાયેલ. સાથોસાથ સ્થાનિક લેવલે આગેવાનોએ વિશેષ જહેમત ઉઠાવી વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવા સફળ પ્રયાસો ર્ક્યા હતા.