સવારે 4:30 વાગ્યે અચાનક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી અને પતિ-પત્ની અને બાળક જીવતા જ હોમાઈ ગયા
અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત થતાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે સવારે 4:30 વાગ્યે અચાનક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. જોકે હજી સુધી આગ લગવાનું કારણ અકબંધ છે. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
- Advertisement -
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે 4:30 વાગ્યે ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. ઘટનાને લઈ હાલ આ વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
એક જ પરિવારના ત્રણ લોકોના મોત
શાહપુર વિસ્તારમાં આવેલા ન્યૂ એચ કોલોનીમાં આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જોકે વિગતો મુજબ એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે, પતિ-પત્ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ છે.
આગ લાગવાનું કારણ અકબંધ
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા ન્યૂ એચ કોલોનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જય ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું.
- Advertisement -
તાજેતરમાં નારણપુરાની હોસ્પિટલમાં આગ લગતા દંપતીના થયા હતા મોત
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી હતી. વાત જાણે એમ છે કે, 30 ડિસેમ્બરે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું હતું. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.