નરાધમે મારી નાખવાની ધમકી આપી દુસ્કર્મ આચર્યું
સગીરાએ દીકરીને જન્મ આપ્યો
કેશોદની મોટી ઘંસારી ગામે બનાવ બન્યો
આરોપીને ઝડપી લેવા પોલીસની કવાયત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે 16 વર્ષની સગીરા માતા બન્યાની ઘટના સામે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે મોટી ઘંસારી ગામની સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
- Advertisement -
સગીરા સાથે દુષ્કર્મ ની ઘટનાના કિસ્સા ઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો બહાર આવ્યો છે મૂળ માંગરોળના સરસાલીના વતની અને હાલ કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે રહેતી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો હતો અને સગીરા ગર્ભવતી બનતા 16 વર્ષની ઉમેરે માતા બની હતી અને સગીરા એ બાળકીને જન્મ આપ્યો હતો.
સમગ્ર બનાવ સામે આવતા કેશોદ પોલીસ સ્ટેશન પોસ્કો અને 376 કલમ હેઠળ ગુનોહ નોંધાયો છે અને પોલીસે શંકાસ્પદ તરીકે કરશન બાબુ દેવરાજ માલમ સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા અલગ અલગ દિશામાં તપાસ શરુ કરીછે 16 વર્ષની સગીરા માતા બનતાની ઘટના સામે આવતા મળતી વિગત મુજબ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવાર નવાર દુસ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે અને સગીરાને ગર્ભ રહી જતા સગીરા માતા બની હતી અને દીકરીને જન્મ આપ્યો હતો સમગ્ર બનાવ સામે આવતા નરાધમ સામે ચોમેર થી ફિટકાર વર્ષી રહીછે અને આરોપીને ઝડપી ને કડક માં કડક સજા કરવાની માંગ ઉઠી છે.