નવી દિલ્હી, અમદાવાદ સ્ટેશનોની જેમ કાયાપલટ કરાશે
રૂફટોપ પ્લાઝાથી સ્ટેશનો પર ભીડ ઘટશે
- Advertisement -
ઓછા ખર્ચમાં નાના સ્ટેશનોના આધુનિકીકરણ માટે રેલવેની નવી યોજના
ખાસ-ખબર સંવાદદાતા
રેલવે મંત્રાલયે તેની સ્ટેશન રિડેવલપમેન્ટ ઝુંબેશના ભાગરૂપે આવનારા વર્ષોમાં 1,000 નાના રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે એક નવી યોજના ઘડી છે. ’અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ નામની આ યોજના હેઠળ નવી દિલ્હી અને અમદાવાદ સ્ટેશનોની માફક નાના રેલવે સ્ટેશનોનો પણ કાયાપલટ કરાશે. જોકે, તે માટેનો ખર્ચ પ્રમાણમાં ઓછો રહેશે. આ પ્રસ્તાવિત સ્ટેશનોના કી ફીચર્સમાં રૂફ ટોપ પ્લાઝા, મોટા પ્લેટફોર્મ, બેલસ્ટલેસ ટ્રેક અને 5ય્ કનેક્ટિવિટી માટેની જોગવાઇઓ સામેલ છે. અગાઉના બાકી હોય તેવા પ્રોજેક્ટ્સ આ યોજના હેઠળ આવરી લેવાશે.
જોકે, પ્લાન અને તે માટેનું બજેટ ફૂટફોલ અને સ્ટેકહોલ્ડર્સના ઇનપુટ્સ જેવા પરિબળોના આધારે મંજૂર કરાશે. દરેક સ્ટેશનના રિડેવલપમેન્ટ પાછળ અંદાજે 10 કરોડથી 20 કરોડ રૂ. ખર્ચ થશે. સ્ટેશનો પર ભીડ ન થાય તે માટે રેલવેનું ફોકસ રૂફટોપ પ્લાઝા પર છે. સામાન્ય રીતે રેલવે સ્ટેશનો પર તમામ એમેનિટીઝ પ્લેટફોર્મ પર કે સ્ટેશન પ્રીમાઇસીસની બહાર હોય છે પણ હવે વિદેશોના રેલવે સ્ટેશનોની માફક મોટાભાગની એમેનિટીઝ રૂફટોપ પ્લાઝા પર હશે જ્યારે પ્લેટફોર્મ્સનો ઉપયોગ મુખ્યત્વે ટ્રેન પકડવા કે ટ્રેનમાંથી ઉતરવા માટે જ થશે.
- Advertisement -
સ્ટેશનો પર આ નવી સુવિધાઓ ઊભી કરાશે
રૂફટોપ પ્લાઝા કે પછી ભવિષ્યમાં આવા પ્લાઝા ઊભા કરવાની જોગવાઇ. ફ્રી વાઇ-ફાઇ, 5ૠ મોબાઇલ ટાવર્સ માટેની જગ્યા પહોળા રસ્તા, ડેડિકેટેડ પેડેસ્ટ્રિયન પાથવે. બિનજરૂરી બાંધકામો દૂર કરવા, વેલ પ્લાન્ડ પાર્કિંગ એરિયા, ઇમ્પ્રૂવ્ડ લાઇટિંગ. તમામ સ્ટેશનો પર 600 મી. લંબાઇ સાથેના હાઇ લેવલ (760 મિ.મી.થી 840 મિ.મી.) પ્લેટફોર્મ. દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ.