જૂનાગઢનાં ધારાસભ્ય કોરડિયા એક્શન મોડમાં
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લઈ હાજર ન હોય તેવા સ્ટાફ સામે પગલાં લેવા સુચના આપી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના જેવી ગંભીર બીમારીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગ રૂપે હોસ્પિટલ સહીત મેડિકલ ક્ષેત્રમાં તકેદારી રાખવા ગાઈડ લાઈન જારી કરી છે. ત્યારે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા એ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું જયારે ચેકીંગ દરમિયાન હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં સાફ સફાઈ ડોક્ટર અને સ્ટાફ ગેર હાજર જોવા મળતા રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે નિર્માણ તો પામી તેની સામે અનેક વાર ડોક્ટરની અછત અને મેડિકલ સાધનો પૂરતા પ્રમાણ નહિ હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે.
એવા સમયે કોરોનાની સંભવિત લહેર વચ્ચે ધારાસભ્ય સંજય કોરડિયાએ સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીનને સાથે રાખીને સિવિલ હોસ્પિટલનું ચેકીંગ કર્યું હતું જેમાં 100 થી વધુ કર્મચારીની જગ્યા એ માત્ર 15 કર્મચારી હાજર મળી આવ્યા હતા ત્યારે ધારાસભ્યએ ગેર હાજર રહેલ તમામ સ્ટાફ સામે રિપોર્ટ તૈયાર કરી પગલાં ભરવા સૂચના આપી હતી. સિવિલ સર્જન અને કર્મચારીને સાથે રાખીને સિવિલ હોસ્પિટલ મુલાકાત સમયે ધારાસભ્ય સંજય કોરડિયા એ સ્પષ્ટ કહ્યું હતું કે હોસ્પિટલ મંદિર છે જરા પણ લાલિયાવાડી ચલાવી નહિ લેવાય કામ કરવું હોઈ તો હાજર રેહવું પડશે નહિ તો રાજીનામાં આપી દેવા જોઈએ અને ત્યાર બાદ સિવિલ સર્જન ડો.નયનાબેન લકુમ અને મેડિકલ કોલેજના ડીન ડો.મનીષ મેહતા સાથે એક કલાક બેઠક યોજાઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં ઘટતું કરવાની તાકીદ કર્યા હતા.
- Advertisement -
જૂનાગઢનાં જાગૃત ધારાસભ્ય
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા વિજેતા બન્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે. શહેરની અલગ અલગ સમસ્યા મુદ્દે જાત નિરીક્ષણ કરી પ્રશ્ન હલ કરીને જરૂરી સૂચના આપીને સંબંધિત કચેરી સાથે પ્રશ્નનું નિરાકરણ લાવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જૂનાગઢનો સર્વાંગી વિકાસ થાય તેવી નેમ સાથે ઝડપ ભેર કામગીરી શરુ કરી છે.