આ દરોડા પીએફઆઈના નેતાઓની સંગઠનને કોઈ અન્ય નામથી ફરીથી ગોઠવવાની યોજનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) એ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) ના બીજા ક્રમના નેતાઓને નિશાન બનાવીને ગુરુવારે વહેલી સવારે કેરળમાં 56 સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ દરોડા પીએફઆઈના નેતાઓની સંગઠનને કોઈ અન્ય નામથી ફરીથી ગોઠવવાની યોજનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.
- Advertisement -
જ્યારે એર્નાકુલમમાં પીએફઆઈના નેતાઓ સાથે જોડાયેલ આઠ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે તિરુવનંતપુરમમાં છ જગ્યાઓ NIA ના રડાર પર હતી. NIA એ આ દરોડા સવારે 4 વાગ્યે શરૂ કર્યા હતા અને આ સમાચાર લખ્યા ત્યાં સુધી ચાલુ હતા. તમને જણાવી દઈએ કે, PFI ની રચના 2006માં કેરળમાં થઈ હતી અને તેણે 2009માં એક રાજકીય મોરચો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા ની પણ રચના કરી હતી.
National Investigation Agency (NIA) raids underway at 56 locations in Kerala in the Popular Front of India (PFI) case. Visuals from Ernakulam. https://t.co/6IQEZkI2Kf pic.twitter.com/re5qi37qoL
— ANI (@ANI) December 29, 2022
- Advertisement -
PFI ના અડ્ડા પર સતત દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) એ ગયા મહિને નવેમ્બરમાં કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)ના ત્રણ સ્થળો પર પણ સર્ચ કર્યું હતું. આ દરમિયાન એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પીએફઆઈ ના ગુનાહિત કાવતરાથી સંબંધિત કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર NIA ના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાજ્યના મલપ્પુરમ જિલ્લામાં શંકાસ્પદ સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડિજિટલ સાધનો અને દસ્તાવેજો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી. આ પહેલા 22 સપ્ટેમ્બરે દેશભરમાં 39 સ્થળોએ PFI બેઝ સર્ચ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.