ગોંડલ
ગોંડલ સિટી પોલીસે બાતમીના આધારે ધારેશ્વર ચોકડી પાસે વોચ ગોઠવી વરના કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ન રોકાતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બાદમાં પોલીસે કારનો પીછો કરી કારને આંતરી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 160 કિંમત રૂ 60000 મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા દરમિયાન એક શખ્સ ઝડપાયો જ્યારે ત્રણ શખ્સો અંધારું ઓઢી નાસી ગયા હતા
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ સીટી પીઆઇ જાડેજા પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે સર ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન GJ03JR 6943 નંબરની કાર પૂરપાટ ઝડપે આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારના રોકાતા તેનો પીછો કરી અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 160 કિંમત રૂ 60000 મળી આવતા કુલ રૂપિયા 262500 મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી દરમિયાન ઇમરાન ઉર્ફે કમલો હસનભાઈ કટારીયા રહે ગોંડલ વોરાકોટડા રોડ વાળો ઝડપાઇ જતા તેની ધરપકડ કરી હતી જ્યારે અંધારાનો લાભ લઇ રમજાન ઉર્ફે ભોપલો રહે ગોંડલ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો નાસી જતા તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા