છ દિવસ મધ્યપ્રદેશના ગામે ગામ ખૂંદી આરોપીને પણ દબોચી લીધો
ગોંડલ
- Advertisement -
ગોંડલ શહેર પંથકમાં પરપ્રાંતિય શ્રમિકો ખેત મજુરી કામ કરી પેટિયું રળવા માટે આવતા હોય છે ત્યારે ગુંદાળા ચોકડી પાસે રોકાયેલ શ્રમિક પરિવારની સગીરાને લલચાવી ફોસલાવી એમપીનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોય ગોંડલ પોલીસે ગણતરીના દિવસોમાં જ સગીરાને શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એક સપ્તાહ પહેલા શ્રમિક પરિવારની સગીરા નું પુષ્પેન્દ્ર ઘનશ્યામભાઈ શર્મા રહે જેતપુર કોપરા તાલુકો દેવરી જિલ્લો સાગર મધ્યપ્રદેશ વાળો અપહરણ કરી ગયેલ હોય પોલીસ ફરિયાદ નોંધાતાં જ સિટી પી.આઈ એસએમ જાડેજાએ તપાસના ચક્રોગતિમાન કરી ગુમ થયેલ સગીરાને શોધી કાઢવા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, વીરભદ્ર સિંહ વાઘેલા, વિશાલભાઈ ગઢાદરા, વિશાલ ભાઈ સોલંકી તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન સદાડીયા ની ટિમ બનાવી મધ્યપ્રદેશ રવાના કર્યા હતા પોલીસની આ ટીમે છ દિવસ મધ્યપ્રદેશના ગામે ગામ ખૂંદી સગીરા અને આરોપીને શોધી કાઢી ગોંડલ લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.