ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવતાં મુસાફરોનાં ટેસ્ટ ફરજીયાત
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાના ખતરાને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ આ પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે છઝ-ઙઈછ ટેસ્ટ ફરજિયાત રહેશે. જો આ દેશના કોઈપણ મુસાફરમાં કોવિડ-19નાં લક્ષણો જોવા મળે છે અથવા ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો આ લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં 3,397 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 0.01% છે. પુન:પ્રાપ્તિ દર હાલમાં 98.8% છે. છેલ્લા 24 કલાકમાં 183 લોકો સ્વસ્થ થયા છે અને કુલ રિકવરીનો આંકડો 4,41,42,791 પર પહોંચી ગયો છે. હાલમાં કોરોનાના ઇઋ.7 પેટા પ્રકારને કારણે ચીનમાં દરરોજ 5 હજાર મૃત્યુ થઈ રહ્યા છે. આ વેરિયન્ટની સપ્ટેમ્બરથી જ ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. દેશમાં એના માત્ર 4 કેસ છે, જેમાંથી 3 કેસ ગુજરાતમાં અને 1 કેસ ઓડિશાનો છે. આ દર્દીઓ હવે સ્વસ્થ છે. બીજી તરફ રસી અંગે આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે દેશના 75% લોકોએ હજી સુધી બૂસ્ટર ડોઝ લીધો નથી. અત્યારસુધીમાં કોઈપણ રાજ્યમાં બૂસ્ટર ડોઝનું કવરેજ 50% સુધી પહોંચ્યું નથી. જોકે તેલંગાણા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં 40%થી વધુ લોકોને બૂસ્ટર ડોઝ અપાયા છે.
- Advertisement -
મંગળવારે દેશભરની હોસ્પિટલોમાં મોકડ્રિલ
ચીનમાં કોરોનાના વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકારે ભારતમાં પણ તૈયારીઓ વેગવંતી કરી દીધી છે. સરકારે જાહેરાત કરી છે કે 27 ડિસેમ્બરે દેશની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સીની તૈયારીની સમીક્ષા માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. આમાં તમામ પ્રકારની સરકારી અને ખાનગી હોસ્પિટલો આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજયાના એક દિવસ બાદ મોકડ્રીલ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રએ રાજયોને ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર અને હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ તપાસવા અને ઓડિટ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે તમામ રાજયોના આરોગ્ય પ્રધાનોની બેઠક યોજી હતી અને તેમને કોવિડ-19 મેનેજમેન્ટ માટે સતર્ક અને સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સલાહ આપી હતી. બેઠકમાં મોકડ્રીલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં, પીપીઇ પહેરેલા ડોકટરો અને નર્સો શ્વાસના લક્ષણો ધરાવતા દર્દીઓની શારીરિક તપાસ કરશે. ઈમરજન્સી અને આઈસીયુ સુવિધાઓ પૂરી તાકાતથી કામ કરશે. ઙઙઊ, ઓક્સિજન સપ્લાય, મોનિટર, ડિફિબ્રિલેટર અને વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું, ‘જો કોઈ ખામી હશે, તો તેને ઠીક કરવામાં આવશે જેથી અમે કટોકટીના કિસ્સામાં સાવચેત રહીએ.’