ખાસ-ખબર સંવાદદાતા
હળવદના માલણીયાદ ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર (ઉ.વ. 56) નામના ખેડૂતે ગત તા. 21 ના રોજ ખેતરમાં ટ્રેક્ટર નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને મૃતકે લખેલી સુસાઈડ નોટ મળી છે જેમાં મૃતકે લાલો બુલેટના ગેરેજવાળો, છગન રામજી ભુવા, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ, ભરતસિંહ નાડોદા રાજપૂત (ક્રોસ રોડ), ડો. પી. પી. (માલનીયાદ), અશ્વિન રબારી (ધ્રાંગધ્રા), પટેલ ધીરુભાઈ નાનજીભાઈ (નિકોલ, અમદાવાદ), મહિપતસિંહ મૂળી વાળાના નામનો ઉલ્લેખ કરાયો છે. આ નવેય શખ્સો વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
- Advertisement -
તેમજ પોતાના ઘરમાં કોઈ કલેશ ન હોવાની વાત સુસાઈડ નોટમાં જણાવી હતી જોકે પરિજનોએ બે દિવસ બાદ પોલીસને દેણા બાબતે જણાવતા પોલીસે લખાણની ખરાઈ કરવા સુસાઈડ નોટ એફ.એસ.એલ.માં મોકલી આપેલ છે જેથી એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.