જામનગર પોલીસ મથકનો વિડીયો વાયરલ થયા બાદ P.I. મેહુલ ગોંડલિયાને સસ્પેન્ડ કરાયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
આજથી બે વર્ષ પૂર્વે જામનગર પોલીસ સ્ટેશનમાં અભદ્ર વાણી વિલાસ અને પોલીસને ગાળો આપતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં જામનગરના એક પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.આર. ગોંડલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સીટી સી ડિવિઝન પોલીસ દફ્તરના વાયરલ વિડીઓના મામલા બાદ પી.આઈ. મેહુલ ગોંડલિયાને સસ્પેન્ડ કર્યા બાદ ફરી ફરજ પર લેવાયા પછી પણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના કારનામાઓ ચાલું જ છે. ત્યારે તેઓને ફરી સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવી રહ્યા એ મોટો પ્રશ્ન છે. બે વર્ષ અગાઉ જામનગરના પોલીસ સ્ટેશનમાં એક શખ્સે બેફામ વાણી વિલાસ આચરી પોલીસકર્મીઓ સામે સંગીન આરોપ લગાવ્યા હતા. તેમાં લાંચ લેતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે વિડીયોમાં શખ્સ દંગલ મચાવતો હતો ત્યારે પોલીસને અભદ્ર વાણીવિલાસ અને ગાળો ભાંડતો હતો.
- Advertisement -
જે પોલીસકર્મીને ગાળો આપતો હતો અને તેના ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. આ મામલામાં પી.આઈ. મેહુલ ગોંડલિયાને સસ્પેન્ડ કરાયા હતા. અને બાદમાં ફરી તેમને ફરજ પર લેવાયા હતા. હાલમાં જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયા નામની વ્યક્તિને તારીખ 5 જુલાઈ 2022ની સાંજે 7 વાગ્યે ઉઠાવી તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જ્યાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયાને લગભગ પચ્ચીસેક તમાચા માર્યા હતા. ખોટી અરજીમાં ફિટ કરાવી દેશે કહી પ્લાસ્ટિકના ધોકા અને પટ્ટાથી પણ માર્યો હતો. ખોટી રીતે ડરાવ્યાં-ધમકાવ્યા અને ઢોરમાર મારીને મોબાઈલમાંથી તેનાં મોબાઈલમાંથી તમામ રેકોર્ડિંગ-ડેટા ડિલીટ કર્યા હતાં. અને મોડી રાત્રે દર્પણ બારસિયાને છોડી મૂક્યો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ કોઈ જ વાંકગુના વિના દર્પણ બારસિયાને માર માર્યાની અરજી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં કરવામાં આવી છે છતાં હજુ સુધી વિવાદાસ્પદ પી.આઈ. મેહુલ ગોંડલિયા પર કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. આ આખો મામલો પોલીસ બેડા માટે શરમજનક હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ એ ચર્ચાનો વિષય છે.
ભૂતકાળમાં મેહુલ ગોંડલિયા સામે લાંચ લેવા સહિતના આક્ષેપ પણ થઈ ચૂક્યાં છે
હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા મેહુલ ગોંડલિયા પર ભૂતકાળમાં કાયદાના દુરુપયોગથી લઈ લાંચ લેવાના આક્ષેપ લાગી ચૂક્યા છે. વિવાદાસ્પદ કામગીરીને પગલે તેઓ સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા હતા. હવે જ્યારે તેઓ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરી પી.આઈ. તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે પણ તેમની કામગીરી વિવાદાસ્પદ છે અને હજુ પણ તેમની પર સંગીન આરોપ લાગવાનું ચાલું જ છે.