150 ફૂટ રીંગ રોડ, કોઠારીયા, ભગવતીપરા મોરબી રોડ સહિતના વિસ્તારોમાંથી ઢોરને પકડી લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રખડતા ભટકતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માતો બને છે. જે ખેદનીય બાબત છે જેથી જટીલ પ્રશ્નને નાયબ કમિશનર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ પશુ પકડવાની ઝુંબેશ વેગવંતી બનાવાઇ છે ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા કુલ 425 પશુઓને પકડવામાં આવ્યા હતા. તા. 5થી 18 સુધી તેર દિવસમાં મહાનગરપાલિકાએ ઢોર ઝૂંબેશ ઉપાડી હતી. શહેરના વિસ્તારો ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી, પામસીટી, રૈયા રોડ, ભીડભંજન સોસાયટી, રૈયાધાર મેઈન રોડ, જનકપુરી મેઈન રોડ, ન્યુ યોગીનગર, શાસ્ત્રીનગર, મારવાડી મેઈન રોડ, ધરમનગર, સમ્રુધિ સોસાયટી, રાધે શ્યામ સોસાયટી,યોગરાજનગર, ઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી 51 પશુઓ, ગાર્બેજ સ્ટેશન, યુનીવર્સીટી મેઈન રોડ, ન્યુ 150 ફૂટ મેઈન રોડ, અયોધ્યા ચોક પાછળ, રૈયા ટેલીફોન એક્સચેંજ, રવિરાજ પાર્ક, જલારામ-2, બેડી ચોકડી, વેલનાથ પરા, મોરબી રોડ, જકાતનાકા, રાધામીરા સોસાયટી, ગીરીરાજ પાર્ટી પ્લોટ, હુડકો ક્વાર્ટર્સ, સોહમનગર તથા આજુબાજુમાંથી 26 પશુઓ, સહકાર રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, વાવડી ઈન્ડસ્ટ્રીઝ ઝોન, વિશ્વકર્મા સોસાયટી, પટેલનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, ફાયર બ્રિગેડ તથા આજુબાજુમાંથી 18 પશુઓ, ગણેશનગર મેઈન રોડ, રણુજા મંદિર પાછળ, કોઠારીયા સોલવન્ટ, સોલવન્ટ રોડ તથા આજુબાજુમાંથી 58 પશુઓ, જુબેલી શાક માર્કેટ, જાગનાથ પ્લોટ, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, રૈયાધાર, નરસિંહનગર, મહાદેવ મંદિર પાસે, વૈશાલીનગર તથા આજુબાજુમાંથી 34 પશુઓ, કે.ડી. ચોક, સંતકબીર રોડ, સાગર ચોક, ભગવતી પરા, પેડક રોડ, રણછોડ બાપુ આશ્રમ પાસે, રેડ રોઝ હોટલ પાસે, કૈલાશ પાર્ક, મોરબી રોડ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 21 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 425 પશુઓ પકડવામાં આવ્યા છે.
- Advertisement -
રસ્તા પર દબાણરૂપ લારી/કેબીન, ટેબલ જપ્ત કરાયા
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લાં પખવાડિયામાં શહેરના જુદા જુદા જાહેર માર્ગો પર દબાણ કરનારા, રેંકડી-કેબિન અન્ય ચીજવસ્તુઓ, બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા. નાયબ કમિશનર એ.આર.સિંહનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ દબાણ હટાવ શાખાના અધિકારીઓએ લક્ષ્મીનગરના નાલા પાસે, ફૂલછાબ ચોક અને રૈયા રોડ પરથી વિવિધ ધંધાર્થીઓની માર્ગો પર અડચણરૂપ દબાપો જપ્ત કરાયા છે. તેમજ રૂ. 2500/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.