જે રાજયોમાં દારૂ પીવાની છુટ છે તેવા રાજયો મધ્યપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં નકલી દારૂના સેવનથી વધારે મોત
ખાસ-ખબર સંવાદદાતા
બિહારમાં ઝેરી દારૂના સેવનથી અનેક લોકોના મોતથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે ત્યો માત્ર બિહાર જ નહીં ભારતના અનેક રાજયોમાં ઝે કે નકલી દારૂના સેવનથી 6 વર્ષમાં 7 હજાર લોકોના મોત થયા છે. નકલી દારૂ પીવાથી સૌથી વધુ મોતના બનાવો, મધ્યપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં નોંધાયા છે. રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા અનુસાર આ માહિતી મળી છે.
એનસીઆરબીના અનુસાર વર્ષ 2016થી2021 સુધીમાં 6 વર્ષના સમયગાળામાં નકલી શરાબના સેવનથી કુલ 6954 લોકોના મોત થયા છે. આ હિસાબે નકલી દારૂના સેવનથી દેશમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ લોકો મોતને ભેટે છે. માત્ર 2021માં જ નકલી શરાબથી ઉતરપ્રદેશમાં 167, પંજાબમાં 127 અને મધ્યપ્રદેશમાં 108 લોકોના જીવ ગયા હતા. નકલી શરાબથી થયેલા મોતને લઈને લોકસભામાં 19 જુલાઈ 2022ના બસપાના સાંસદ કુંવર દાનિશ અલીના સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાટો વર્ષ 2016થી 2020 સુધીના એનસીબીઆના આંકડા આપ્યા હતા. ગત વર્ષે 782 લોકોના મોત થયા હતા.વર્ષ 2021માં પુરા દેશમાં નકલી દારૂથી 782 લોકોના મોત થયા હતા.