સનાતન પરંપરામાં પગે લાગવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. માનવામાં આવે છે કે પગે લાગવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે, પછી તે કોઈ મોટા વડીલ હોય કે ગુરૂ હોય કે પછી ઈશ્વર. પરંતુ પગે લાગવાના નિયમ અને લાભ હોય છે. આવો જાણીએ.
પગે લાગવાના સાચા નિયમ
- Advertisement -
સનાતન પરંપરામાં આપણાથી મોટા લોકોને પગે લાગવાની પરંપરા સદીઓથી આવી રહી છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અથવા દિવસની શરૂઆત કરતા પહેલા માતા-પિતા, ગુરૂ અથવા ઈશ્વરના ચરણ સ્પર્શ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે પગે લાગવાના અમુક સાચા નિયમ હોય છે, જો તેની અવગણના કરશો તો શુભ ફળના બદલે અશુભ ફળ પ્રદાન થઇ શકે છે. કોઈ ગુરૂ અથવા પછી પૂજા દરમ્યાન કોઈ વરિષ્ઠના કેવીરીતે પગે લાગવુ જોઈએ.
દેવી-દેવતા સાથે જોડાયેલી છે પરંપરા
ચરણ સ્પર્શ કરવાની પરંપરા આજથી નહીં, પરંતુ દેવી-દેવતાઓના સમયથી ચાલી આવી રહી છે. જ્યારે રાજ મહેલોમાં ગુરૂ આવતા હતા તો રાજા જાતે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા હતા. મનાય છે કે સ્નેહીજનો પ્રત્યે સત્કાર પ્રગટ કરવા માટે તેમના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. ચરણ સ્પર્શ નહીં પરંતુ પગને ધોવાથી પણ આશીર્વાદ મળે છે.
- Advertisement -
પગે લાગવુ અત્યંત છે લાભદાયક
આજના સમયમાં કોઈને પગે લાગવુ એક સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પરંતુ આ પરંપરા પાછળ ઘણા એવા કારણ છે, જેની પાછળ માનવ માત્રનુ કલ્યાણ થાય છે. માનવામાં આવે છે કે પોતાનાથી મોટા વડીલ અથવા વૃદ્ધ વ્યક્તિના પગનો સ્પર્શ કરવાથી તેમની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તમારી અંદર આશીર્વાદ રૂપે પ્રવાહિત થાય છે. જેનાથી આપણને સુખ-સમૃદ્ધી મળે છે.
પગે લાગવાના નિયમ
ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ પણ અલગ-અલગ પ્રકારની હોય છે. કોઈ ઝુકીને અથવા પછી ઘુંટણિયે બેસીને પ્રણામ કરે છે, કોઈ સાંષ્ટાગ પ્રણામ કરે છે. જ્યારે કોઈને પગે લાગવા જાઓ તો પોતાના બંને હાથને ક્રોસ કરીને ડાબા હાથથી ડાબા પગ અને જમણા હાથથી જમણા પગે લાગવુ જોઈએ. આ રીતે જ્યારે સાંષ્ટાગ પ્રણામ કરીએ તો પોતાના માથાને બંને હાથની વચ્ચે રાખો અને તમારા શરીરના ઉપરના ભાગને ઝુકાવીને ચરણ સ્પર્શ કરો.