– પાકિસ્તાની રિપોર્ટરની એક જ લાઇનમાં બોલતી કરી બંધ
ભારતના વિદેશ મંત્રી S જયશંકર દુનિયાભરમાં ચર્ચામાં રહે છે, તેમના હાજરજવાબી સ્વભાવના કારણે. પછી ભલે સામે અમેરિકા જેવા સુપરપાવર દેશ હોય કે પછી પાકિસ્તાન જેવા આતંકવાદી દેશ, ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેમના જવાબો અને વીડિયોના દેશભરમાં વખાણ થયા છે ત્યારે UNSCની બેઠકની વચ્ચે એક પાકિસ્તાની પત્રકારને જયશંકરે એવો જવાબ આપ્યો છે જે જોઈને પણ તમે પણ વિચારમાં પડી જશો.
- Advertisement -
પાકિસ્તાની રિપોર્ટરે પૂછ્યું કે દિલ્હી, કાબુલ અને પાકિસ્તાનમાં ક્યાં સુધી આતંકવાદ દેખાતું રહેશે, તેમણે તરત જવાબ આપ્યો કે તમે આ સવાલ ખોટા મંત્રીને કરી રહ્યા છો. આ તો પાકિસ્તાનના મંત્રી જ જવાબ આપી શકશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવતું રહેશે.
Pakistan reporter: How long South Asia will see terrorism from New Delhi, Kabul, Pakistan, how long they will be at war
India's EAM Jaishankar: You are asking the wrong minister..It is the minister of Pakistan who will tell you how long Pak intends to practice terrorism
- Advertisement -
Watch: pic.twitter.com/yrwyd3nS1P
— Sidhant Sibal (@sidhant) December 15, 2022
જયશંકરે ફરી પાકિસ્તાનને લગાવી લતાડ
ભારતના વિદેશ મંત્રી S જયશંકર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ એટલે કે UNSC ની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે 24 જ કલાકમાં બીજી વાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. મુંબઈ હુમલો અને ન્યૂયોર્કમાં થયેલા હુમલાને પણ યાદ કરવામાં આવ્યું આવ્યું અને કહ્યું કે આ બંનેમાં પાકિસ્તાનનું જ સીધું કનેક્શન છે. તેમણે કહ્યું કે આપણે ફરી 26/11 કે 9/11 થવા દઈ શકીએ નહીં. આતંકવાદનો મુદ્દો સતત ગંભીર થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ બેઠકને મુંબઈ હુમલાના સર્વાઇવર બહાદુર નર્સ અંજલિએ પણ સંબોધન કર્યું હતું.
જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદનો લાભ લેવા વિષે વિચારવું પણ જોઈએ નહીં અને આતંકવાદ મુદ્દે તમામ મતભેદોને ભૂલીને એકસાથે આવવું જોઈએ.
Jaishankar takes a question from a Pakistani reporter. pic.twitter.com/rWSDqz8CkM
— Ajit Datta (@ajitdatta) December 16, 2022
નર્સે શેર કર્યો અનુભવ
આ સિવાય નર્સ અંજલિએ પોતાના સંબોધનમાં કલહયું હતું કે તે મુંબઈમાં થયેલા હુમલામાં બચી ગઈ હતી અને લોકોના દુ:ખની અવાજ હું UNSC માં લાવવા માંગુ છું. અંજલિએ કહ્યું કે તે રાતે મેં 20 ગર્ભવતી મહિલાઓને માંડ માંડ સાચવી. બે વ્યક્તિઓ દાખલ થયા અને ધડાધડ ફાયરિંગ કર્યું. વિશ્વાસ કરવું મુશ્કેલ હતું કે અમે જીવતા છીએ. અંજલિએ કહ્યું કે કસાબને મેં જ ઓળખ્યો હતો અને તેના મનમાં સહેજ પણ પશ્ચાતાપ હતો નહીં. લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ હુમલાના પ્રાયોજક તો હજુ પણ આઝાદ ફરી રહ્યા છે.