રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું, ભારતીય સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો, ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન ભારતીય સેનાનો કોઈ જવાન શહીદ નથી થયા કે કોઈ જવાન ઘાયલ નથી થયા.
- Advertisement -
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને અરુણાચલના તવાંગમાં બનેલી ઘટના વિશે જણાવવા માંગુ છું. 9 ડિસેમ્બર 2022ના રોજ PLA જવાનોએ અતિક્રમણ કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. અમારી સેનાએ તેનો મજબૂતીથી સામનો કર્યો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભારતીય સેનાએ ચીની સૈનિકોને અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા.
On Dec 9,China's PLA troops encroached upon LAC in Yangtse, Tawang sector&attempted to change status quo.This was tackled by our troops in a determined manner.Our troops bravely stopped PLA from encroaching upon our territory&forced them to go back to their post:Defence Min in RS pic.twitter.com/xlArSIcoKO
— ANI (@ANI) December 13, 2022
- Advertisement -
આ દરમિયાન સેનાનો કોઈ જવાન શહીદ નથી થયા કે કોઈ જવાન ઘાયલ નથી થયા. આ ઘટના પછી વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી અને ઘટના અંગે ચર્ચા કરી. ચીની પક્ષને સરહદ પર શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
આ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે, સેના અમારી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે, આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.
In this face-off, few soldiers on both sides suffered injuries. I'd like to tell this House that none of our soldiers died or suffered any serious injury. With timely intervention of Indian military commanders, PLA soldiers have retreated to their own location: Defence Min in RS pic.twitter.com/ep45luNZek
— ANI (@ANI) December 13, 2022
વાસ્તવમાં 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના 6 ઘાયલ સૈનિકોને ગુવાહાટીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસ, RJD, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. બીજી તરફ પીએમ મોદીએ કેબિનેટની બેઠક પણ બોલાવી છે.
No death, no major injuries to our soldiers: Rajnath Singh in Lok Sabha on India-China LAC clash
Read @ANI Story | https://t.co/a7WRLKVnGX#rajnathsingh #IndiaChinaClash #Parliament #ArunachalPradesh #Tawang pic.twitter.com/SPvdwiB2RG
— ANI Digital (@ani_digital) December 13, 2022
વિપક્ષે સંસદમાં ચર્ચાની માંગ કરી
ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણને લઈને વિપક્ષ આજે સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીન અથડામણ પર ચર્ચા માટે નિયમ 267 હેઠળ રાજ્યસભાને સ્થગિત કરવાની માંગ કરી છે. 9 ડિસેમ્બરના રોજ બિઝનેસ નોટિસ આપવામાં આવી છે. તેમણે પીએમ અને રક્ષા મંત્રીને આ મામલે નિવેદન આપવા અને ગૃહમાં ચર્ચા કરવાની અપીલ કરી છે. ટીએમસીએ સરકારને રાજ્યસભામાં નિયમ 267 હેઠળ આ મુદ્દે નિવેદન આપવાની પણ માંગ કરી છે. આરજેડી સાંસદ મનોજ ઝાએ પણ આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી.