ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે 8 થી 13 વર્ષના બાળકો માટેની 7 દિવસ ખડક ચડણ એડવેન્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિરાર્થીઓને ખડક ચડાણની તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટર બચુભાઈ મકવાણા, પ્રદીપકુમાર, ઉમંગ વેકરીયા, હેતલ ઠાકોર,હિતેન્દ્રદાન નારેલા, દેવરાજ ગોહિલ, યશ મણિયાર, રામ ચન્દ્રવાડીયા, જાગૃતિ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.શિબિરાર્થીઓએ પોતાનો અભિપ્રાયમાં નિયમિતતા, અનુસાશન, સાહસિકતા, ખડકો પરથી તાલીમ, મિત્રતા,એકતાના ગુણો શિખવામાં ઉપયોગી સાબિત થયા તેવુ જણાવ્યુ હતું.જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ.વાઢેરએ શિબિરાર્થી બાળકોને પ્રકૃતિનું જીવનમાં મહત્વ, સ્ત્રી પુરૂષના ભેદભાવ વિનાનું જીવન, શારીરિક માનસિક સંતુલન જાળવવા બાબતે સમજ આપી ભવિષ્યમાં પણ પોતાના જીવનમાં સાહસિક પ્રવૃતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.શિબિરનાં સમાપન કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ.વાઢેરના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય મહેમાન જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાન્દિક સ્વાગત ઉપેન્દ્રસિંહ રાઠોડ ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જએ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન યશ મણિયાર અને જાગૃતિ ચાવડાએ કર્યું હતું.