મહેસાણામાં એક બહાદુર મહિલા પીએસઆઇએ સરાહનીય કામગીરી કરી છે. મહિલા પીએસઆઇએ પોતાની પરવા કર્યા વગર કાયદો તોડનાર કારચાલકને રોકવા માટે બનતા પ્રયાસો કર્યા હતા. કાળી પટ્ટી લગાવેલી કારના ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં મહિલા પીએસઆઇ વીપી સોલંકી કારની આગળ ઊભાં રહી ગયાં હતાં અને કાર રોકી રહ્યાં હતાં, એમ છતાં કારચાલકે તેમને કચડવાનો પ્રયાસ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
- Advertisement -
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે બાદમાં આ મહિલા પીએસઆઇએ તે કારચાલકને ઝડપી તેને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી