જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર મતદાનનો વિક્રમ સર્જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે બૂથ લેવલ અવરનેશ ગ્રુપના વડાઓ સાથે અંતિમ બેઠક યોજી, 82 ટકા રેકોર્ડ બ્રેક મતદાનના લક્ષ્યાંક પાર પાડવા માટે યુદ્વના ધોરણે કામગીરી કરવા અને એક-એક મતદાર સુધી મતદાન જાગૃતિ અભિયાન લઈ જવા માટે નિર્દેશ આપ્યા હતા. જૂનાગઢ શહેરના શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે મળેલી આ બેઠકમાં ખાસ કરીને ઓછુ મતદાન ધરાવતા મતદાન મથકો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીય કરીને મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન માટે પ્રેરિત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગ્રાસ રૂટ પર આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સખી મંડળના બહેનો સહિતના કર્મચારીઓ સક્રિયાપણે મતદાન જાગૃતિ અભિયાનોને દરેક મતદાર સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે મતદાન દિવસ એટલે 1લી ડિસેમ્બર આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પુરા જુસ્સા સાથે કામગીરી કરી લોકોને મતદાન માટે પ્રેરિત કરીએ, આ સાથે ઇફલત દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રચાર માટે આયોજિત સામુદાયિક ભોજન ઉપરાંત રોકડ, ભેટ જેવા અન્ય કોઇ પણ પ્રલોભનોથી દૂર રહેવા માટે મતદારોમાં નૈતિક મતદાનનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યા છે. આમ સતત મતદાન જાગૃતિ અભિયાનથી મતદારોમાં એક સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે.
જિલ્લાની પાંચ બેઠકો ઉપર 82 ટકા મતદાનના લક્ષ્યાંકને પૂરૂં કરવા નિર્ધાર
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/11/1-52.jpg)
You Might Also Like
Follow US
Find US on Social Medias