ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટીના ડિવીઝનલ ક્ધટ્રોલર આર.પી. શ્રીમાળીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની ફરજમાં રોકાયેલા સ્ટાફને તેમજ મતદાન માટેના ઇવીએમ, વીવીપેટને લઇ જવા- લાવવા માટે એસટી કુલ 174 બસની ફાળવણી કરાઇ છે.જોકે, આમાં 34 બસ ઉના ડેપોમાંથી અને 22 બસ કોડીનાર ડેપોમાંથી ફાળવાશે. બાકીની 118 બસો જૂનાગઢના 9 ડેપોમાંથી ફાળવાશે. આમાં 108 મોટી બસ અને 10 મિની બસનો સમાવેશ થાય છે. 29 નવેમ્બર રાતના બસ તેમના પ્રસ્થાન સ્થાને પહોંચી જશે. બાદમાં 30 નવેમ્બરે સવારના બસ ચૂંટણી કર્મીને લઇ રવાના થશે.
ચૂંટણી કર્મીને મૂકી બસ પરત ફરશે. જ્યારે 1 ડિસેમ્બરે બપોરના ફરી રવાના થઇ મતદાન પૂર્ણ થયા બાદ સ્ટાફ, ઇવીએમ, વીવીપેટને લઇને પરત ફરશે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં બસ રોકાયેલી હોય 2 દિવસ મુસાફરોને થોડી હાલાકી ભોગવવી પડશે.
EVM અને વીવીપેટ માટે S.T. વિભાગની 118 બસો ફાળવાઇ



