વિધાનસભાની પાંચ બેઠકની સમીક્ષા કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો કબ્જે કરવા ભાજપ દ્વારા વ્યુહ રચના ઘડવામાં આવી છે. જેના ભાગરૂપે ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા જૂનાગઢની મુલાકાત લીધી હતી અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની સમીક્ષા સાથે શહેર ભાજપનાં આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારે મિડીયા સમક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ ભારતને જોડવા કરતા તોડવાનું વધુ કામ કરે છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી નર્મદાના વિરોધી મેઘા પાટકર સાથે ગુજરાતમાં ફરી રહ્યા છે. લોકો કોંગ્રેસને ગુજરાત વિરોધી પાટી માની રહ્યા છે. કોંગ્રેસને ગુજરાતની જનતા સાથે પ્રેમ નથી. આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે યુપીમાં 350 સીટી પર ચૂંટણી લડી 349 સીટો પર ડોપોઝીટ ગુલ થઇ હતી. ઉત્તરાખંડમાં 69 સીટ પર ચૂંટણી લડી 68 સીટો પર ડીપોઝીટ ગુમાવી હતી. ગોવામાં 39 સીટો પર ચૂંટણી લડી 35 પર ડીપોઝીટ ગુમાવી હતી. હિમાચલમાં 67 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ સીટો પર ડીપોઝીટ ગુમાવશે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ ડીપોઝીટ બચાવવી કઠીન બની જશે તેવું જણાવ્યું હતું.