ચૂંટણી ફરજ પરના જૂનાગઢ સિવાયની વિધાનસભા બેઠકના અધિકારી-કર્મચારીઓએ રજીસ્ટ્રર એડીના માધ્યમથી સંબંધિત ચૂંટણી અધિકારીઓને મોકલવાનું રહેશે 86 – જૂનાગઢ વિધાનસભા બેઠક માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતું. જૂનાગઢ સિવાયની વિધાનસભા બેઠકના ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓએ રજીસ્ટ્રર એડીના માધ્યમથી પોસ્ટલ બેલેટ પેપર સંબંધિત ચૂંટણી અધિકારીઓને મોકલી આપવાનું રહેશે. જૂનાગઢ શહેરની ઘોડાસરા મહિલા કોલેજ ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં બપોર સુધીના સમયમાં ચૂંટણી ફરજ પરના પુરૂષ અધિકારી-કર્મચારી બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. બપોર પછી ફીમેલ પોલીંગ ઓફિસરોએ તાલીમ બાદ ઉત્સાહ પૂર્વક બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. મતદાન મથક પર ફરજના પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-1, પોલીંગ ઓફિસર, ફિમેલ પોલીંગ ઓફિસરે બેલેટથી મતદાન કર્યું હતું. એસ.ટી., ફાયર, હેલ્થ વગેરે આવશ્યક સેવામાં રોકાયેલા અધિકારી-કર્મચારી તા.23-11-2022થી 25-11-2022 સુધી જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે બેલેટથી મતદાન કરશે. આ માટે જે અધિકારી-કર્મચારીઓએ ફોર્મ-12(ડી) રજૂ કરેલ હશે તેઓ મતદાન કરી શકશે.86-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલાએ તાલીમાર્થી ફિમેલ પોલીંગ ઓફિસરનો ઉત્સાહ વધાર્યો હતો અને સુપેરે ફરજ નિભાવવા માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.
જૂનાગઢ ચૂંટણી ફરજના સ્ટાફે બેલેટ પેપરથી મતદાન કર્યુ

Follow US
Find US on Social Medias