પાણીની સમસ્યાઓમાંથી અહીં લોકોને કાયમ માટે મુક્તિ મળી
વીર સાવરકર અંગે આપેલા તુષાર ગાંધીના નિવેદનને તેમના અંગત વિચારો ગણાવ્યા
- Advertisement -
રાજકોટ આજે ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીની કમલમની મુલાકાત લીધી અને પત્રકાર પરિષદને સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,જનસંઘની સ્થાપના રાજકોટથી થઈ હતી. વડાપ્રધાન પોતાની રાજકીય કાળની પ્રથમ ચૂંટણી અહીંથી લડ્યા હતા. અને ભાજપે રાજકોટને ઘણું આપ્યું છે. એઇમ્સ અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું ઉદાહરણ છે. પાણીની સમસ્યાઓમાંથી અહીં લોકોને કાયમી માટે મુક્તિ મળી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ અહીં સભા કરી હતી, તેઓ એવા વ્યક્તિના ખભે હાથ રાખી ચાલી રહ્યા છે કે જેઓએ ગુજરાતનો 20 વર્ષ સુધી વિકાસ રુંધ્યો છે. જયારે સાવરકર અંગે આપેલ તુષાર ગાંધીના નિવેદનને તેમના અંગત વિચારો ગણાવ્યા હતા. જેમાં પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવો વિશે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલને ૠજઝમાં લાવવા માટે રાજી નથી.



