દેશમાં શિયાળુ પાકોનું વાવેતર સરેરાશ વેગ પકડી રહ્યું છે અને ઘઉં રાયડાના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. જયારે કઠોળના વાવેતર સરેરાશ ઘટયા છે. ચણામાં નીચા ભાવને કારણે ખેડૂતો વાવેતરથી દુર ભાગી રહ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ દેશમાં 18મી નવેમ્બર સુધીમાં કુલ રવિ પાકોનું વાવેતર 269 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે આજ સમયે 250 લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં 7.2 ટકાનો વધારો થયો છે.
- Advertisement -
દેશમાં ઘઉંનું વાવેતર 14.73 ટકા વધીને 101.49 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષ કરતા 88.46 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ ઘઉંના વાવેતર હજી સરેરાશની તુલનાએ 35 ટકા જેવા પણ થયા નથછી બીજી તરફ કઠોળના વાવેતરમાં 3.72 ટકાનો ઘટાડો થયો છે.દેશમાં ચણાનું વાવેતર અડધો ટકા ઘટીને 52.57 લાખ હેકટરમાં થયું હતું. ચણાના ભાવ નીચા હોવાથી ખેડૂતો મસાલા પાકો અને રાયડા તરફ સિઝનને અંતે ચણાના વાવેતરમાં ઘટાડો થાય તેવી શકયતા છે.
તેલીબીયા પાકોમાં 12.82 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં રાયડાનું વાવેતર ગત વર્ષે 55.13 લાખ હેકટરમાં થયું હતું. જે આવર્ષે 14.73 ટકાવધી 63.25 લાખ હેકટર થયું છે. રાયડાનું વાવેતર મોટાભાગે પુર્ણ ગયુ છે. હજુ કેટલાક વિસ્તારમાં વાવેતર ચાલુ છે આગામી 15 દિવસમાં પૂર્ણ થઈ જશે.મગફળી કુસુમ, સનફલાવર, તલમાં પણ મોટા પાયે ઘટાયો ન થયો છે. જયારે અળસીમાં 30.21 ટકાનો વધારો નોંધાયો છે.
મગફળીનું ગત વર્ષે 1.87 લાખ હેકટરમાં થયું હતું. જયારે આ વર્ષે 17.65 ટકા ઘટીને 1.54 લાખ હેકટરમાં થયું છે. તલની વાત કરીએ તો 62.5 ટકાનો ઘટાડો છે ગત વર્ષે 0.08 લાખ હેકટરમાં વાવેતર હતું આ વર્ષે માત્ર 0.03 લાખ હેકટરમાં થયું છે.
- Advertisement -