જિલ્લાના કોરેઇ રેલવે સ્ટેશન પર એક માલગાડીના ડબ્બા પાટા પરથી ખડી પડતા આ ડબ્બા પ્લેટફોર્મ પર બની રહેલા વેઇટીંગ રુમ સુધી પહોંચતા ત્રણ યાત્રીઓના મોત નિપજ્યા હતા. અન્ય લોકો ઘાયલ થયા હતા.
આ અંગેની વિગત મુજબ ઇસ્ટ કોસ્ટ રેલવે અંતર્ગત આવતા કોરઇ સ્ટેશને આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ખડી પડતા તેના ડબ્બા પ્લેટફોર્મ પર બની રહેલા વેઇટીંગ રુમ સુધી પહોંચી ગયા હતા.
- Advertisement -
ईस्ट कोस्ट रेलवे के अंतर्गत आने वाले कोरई स्टेशन पर आज सुबह एक मालगाड़ी के पटरी से उतरने से 2 लोगों की मृत्यु हो गई।मालगाड़ी के पटरी से उतरने से रेल लाइनें अवरुद्ध और स्टेशन भवन क्षतिग्रस्त हो गया। राहत दल, रेलवे अधिकारी मौके पर पहुंचे। रेस्क्यू ऑपरेशन जारी:ईस्ट कोस्ट रेलवे,ओडिशा
— ANI_HindiNews (@AHindinews) November 21, 2022
- Advertisement -
આ દરમિયાન બે યાત્રી આ ડબ્બાની અડફેટમાં આવતા તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક યાત્રી મળી કુલ ત્રણના મોત આ અકસ્માતમાં થયા હોવાનું જણાવાયું છે.
રેલવેના જણાવ્યા મુજબ અકસ્માતથી બે રેલ લાઇન અવરોધિત થઇ હતી, રાહત દળ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ અકસ્માતથી રેલવે ભવન પણ ક્ષતિગ્રસ્ત થયું છે.