વિધાનસભા-70નાં ભાજપનાં ઉમેદવાર વિરૂદ્ધ લોકજુવાળ
જ્ઞાતિવાદનું ઝેર ફેલાતાં અટકાવવા માટે પણ ટિલાળાની હાર જરૂરી: વિધાનસભા-70નાં મતદારોનો પણ આ જ અભિપ્રાય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ દક્ષિણ વિધાનસભા – 69 બેઠક પર ચૂંટણી લડી રહેલા રમેશ ટિલાળાને ટિકિટ આપવાના મામલે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે. એક તરફ ભાજપ ઉમેદવાર રમેશ ટિલાળા ખુદને ખેડૂત અને પાટીદાર પુત્ર તરીકે પ્રમોટ કરી ચોક્કસ જ્ઞાતિના મતો કબ્જે કરવાની જ્ઞાતિવાદી રાજનીતિ રમી રહ્યા છે તો બીજી તરફ ભાજપ કાર્યકરો જ એવું કહી રહ્યા છે કે રમેશ ટિલાળાને મત એટલે જ્ઞાતિવાદને મત. જો તમે રમેશ ટિલાળાને મત આપશો તો એ જ્ઞાતિવાદિ અગ્રણી નરેશ પટેલનો વિજય ગણાશે. કારણ કે, નરેશ પટેલને કારણે જ રમેશ ટિલાળાને ટિકિટ મળી છે. રમેશ ટિલાળા પાસે કોઈ એવી લાયકાત જ નથી કે તેમને ભાજપમાંથી ચૂંટણી લડવા ટિકિટ મળે. હવે જ્યારે નરેશ પટેલના જોરે રમેશ ટિલાળાને ટિકિટ મળી છે ત્યારે તેઓ જ્ઞાતિવાદની રાજનીતિ રમી રહ્યા છે. નરેશ પટેલ એવું માને છે કે જ્ઞાતિવાદના જોરે કોઇપણ બેઠક જીતી શકાય છે અને કોઇપણને મંત્રી કે મુખ્યમંત્રી બનાવી શકાય છે. નરેશ પટેલની જીદનાં કારણે જ લાયક ઉમેદવારો હતા તેને કાપીને વિધાનસભા-70ની બેઠક પર ગેરલાયક ઉમેદવાર ગણાય અને જેને ભાજપ સાથે સ્નાન-સૂતકનો કે નામનો પણ સંબંધ નથી એવા રમેશ ટિલાળાને મૂકવા એ નરેશ પટેલની જ્ઞાતિવાદી રાજનીતિની જીત છે. રમેશ ટિલાળાને નરેશ પટેલની જીદનાં કારણે ટિકિટ આપવી એની પાછળનો મતલબ છે કે જ્યાં થોડા ઘણા પણ લેઉવા પટેલ મતદારો હોય ત્યાં લેઉવા પટેલ ઉમેદવારને ઉભા રાખીને જીતી શકાય છે.
રમેશ ટિલાળાની હાર એટલે નરેશ પટેલની હાર અને નરેશ પટેલની હાર એટલે જ્ઞાતિવાદની હાર
છેલ્લાં એક દાયકામાં નરેશ પટેલે સમાજ આખામાં જ્ઞાતિવાદનું જે ઝેર ફેલાવ્યું છે તેના માઠા પરિણામ દરેક જ્ઞાતિએ ભોગવવા પડી રહ્યા છે. નરેશ પટેલે એક ધાર્મિક સંસ્થા પોલિટિક્સ, પાવર અને પૈસાના હેતુસર ઉભી કરી છે. હવે તેમણે આ ધાર્મિક સંસ્થાના એક ટ્રસ્ટી રમેશ ટિલાળાને ભાજપમાંથી ટિકિટ અપાવી છે આ તકે જ્ઞાતિવાદનું ઝેર ઓકતા ભાજપ ઉમેદવાર અને તેના આકાને જાકારો આપવાનો આ અવસર છે. પટેલો સૌ મા ખોડલના અને ઉમિયા માતાના ભક્ત છે. તમામ જ્ઞાતિજનો મહાદેવ અને કૃષ્ણના ભક્ત છે. એક નાગરિક તરીકેની સૌની જવાબદારી છે કે જ્ઞાતિવાદને પ્રોત્સાહન ન આપવું. આ વિધાનસભા ચૂંટણીમાં રમેશ ટિલાળાની હાર એટલે નરેશ પટેલની હાર અને નરેશ પટેલની હાર એટલે જ્ઞાતિવાદની હાર ગણાશે.
રમેશ ટિલાળાને મત એટલે નરેશ પટેલની વિધ્વંશક રાજનીતિને મત
- Advertisement -
રમેશ ટિલાળાને મત એટલે જ્ઞાતિવાદી રાજકારણને મત, રમેશ ટિલાળાને મત એટલે મોદીના સ્વપ્નના ભારતની વિરદ્ધ મત, રમેશ ટિલાળાને મત એટલે ભાજપના સ્વપ્નના ભારતને રૂંધવા માટે મત, રમેશ ટિલાળાને મત એટલે ઇત્તર જ્ઞાતિના અપમાનને મત, રમેશ ટિલાળઆને મત એટલે રાષ્ટ્રવાદની વિરદ્ધને અને નરેશ પટેલની ભાગલાવાદી રાજનીતિને મત, રમેશ ટિલાળાને મત એટલે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદની રાજનીતિને નહીં પણ નરેશ પટેલના ભાગલાવાદી રાજકારણને મત. રમેશ ટિલાળાને મત એટલે નરેન્દ્ર મોદીને જાકારો અને નરેશ પટેલને આવકારો. રમેશ ટિલાળાને મત એટલે ગંદી જ્ઞાતિવાદી રાજનીતિને આવકાર અને શુદ્ધ રાષ્ટ્રવાદી રાજનીતિને જાકારો. હવે મતદારોએ નક્કી કરવું પડશે કે કોણ જોઇએ છે? નરેન્દ્ર મોદી કે નરેશ પટેલ?
ટિલાળા જીતશે તો એ નરેન્દ્ર મોદીની શુદ્ધ રાષ્ટ્રવાદી રાજનીતિની હાર હશે અને ધર્મનાં નામે રાજકારણ ચલાવતાં બ્લેકમેઈલરની જીત હશે!
જ્ઞાતિવાદની ગંદી રાજનીતિ રમતા રમેશ ટિલાળા અને તેમના આકા નરેશ પટેલની હાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એવી ભાજપ કાર્યકરોમાં જ ચર્ચા!
આ સમયે તો લેઉવા પટેલ મતદારો સમજદારીથી મત આપે અને ઇત્તર જ્ઞાતિઓ પણ સમજી-વિચારીને જ્ઞાતિવાદની વિરૂદ્ધ મતદાન કરે તો જ્ઞાતિવાદની ગંદી રાજનીતિ રમતા રમેશ ટિલાળા અને તેમના આકા નરેશ પટેલની હાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એવું ભાજપ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. રમેશ ટિલાળા એક ઉદ્યોગપતિ અને એક ભાજપ સમર્થક તરીકે વિધાનસભા-70માંથી ચૂંટણી લડતા હોત તો બેશક દરેક લોકો તેમનું સ્વાગત જ કરવાના હતા પરંતુ અહિંયા આખો કેસ જુદો છે. અહિંયા એક હળાહળ જ્ઞાતિવાદિ માણસે એમને માથે રહીને ટિકિટ અપાવી છે જેથી ભાજપના વર્ષો જૂના કાર્યકરોમાં ભયંકર રોષ છે. લાયક ઉમેદવારોને અને જ્યાં દશકાઓથી એ વિસ્તારમાં મહેનત કરતા ભાજપ અગ્રણીઓને કપાવીને ટિકિટ અપાવી છે. એ સમયે સૌની ફરજ એ છે કે જે જ્ઞાતિવાદનું ઝેર ફેલાતું રોકવા માટે રમેશ ટિલાળાની હાર જરૂરી છે. જો તેને જીતાડવામાં આવશે તો એ સ્પષ્ટ સંદેશ જશે કે ગુજરાતની કોઇપણ બેઠક નરેશ પટેલ પોતાના મંદિરના નામે કોઈપણ ઉમેદવારને જીતાડી શકે છે. કોઈપણ પક્ષમાંથી કે બેઠક પરથી માત્ર લાયક ઉમેદવાર જ જીતવો જોઇએ એ જ સાચી લોકશાહી છે. તેવું હવે લેઉવા પટેલો પણ માનતા થઈ ગયા છે.
નરેશ પટેલનો મનસૂબો રમેશ ટિલાળાને ટિકિટ અપાવી ગુજરાતની સત્તાનું સૂકાન પોતાના હાથમાં લેવાનું
રમેશ ટિલાળા એ કોઈ ખેડૂત પુત્ર નહીં પરંતુ જ્ઞાતિવાદનું ઝેર ઓકતા નરેશ પટેલના પ્યાદા છે. રાષ્ટ્રના હિતમાં, રાજ્યના હિતમાં, સમાજના હિતમાં તેમજ સંપૂર્ણ સમાજ વ્યવસ્થાના હિતમાં રમેશ ટિલાળા જાકારો આપવો જોઇએ. રમેશ ટિલાળા આ અસ્વીકારનું કારણ પણ સ્પષ્ટ છે, કોઇ એક વ્યક્તિ ધાર્મિક સંસ્થા બનાવે, સમાજના લોકોને ભેગા કરે અને પછી ધાર્મિક સંસ્થા અને સમાજના લોકોના નામે રાજકીય પક્ષોને બ્લેકમેઈલ કરીને ટિકિટ લઈ જાય એ 2022ના આધુનિક સમયમાં સ્વીકાર્ય નથી. ખુદને રાજકરણના કિંગમેકર સમજતા નરેશ પટેલનો મનસૂબો રમેશ ટિલાળાને ટિકિટ અપાવી ગુજરાતની સત્તાનું સૂકાન પોતાના હાથમાં લેવાનું છે. ભાજપમાં કેટલાંક કાર્યકરો આ વાત જાણી-સમજી ચૂક્યા હોય તેઓ તો રમેશ ટિલાળા અને નરેશ પટેલની હાર માટે પ્રયત્નો કરી રહ્યા છે, મતદારોએ પણ આ કાર્યમાં તેમનો સાથ આપવો જોઈએ.