ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડનો એડિલેડમાં ODI મુકાબલો ચાલુ થયો હતો આ દરમિયાન એક ડેવિડ વોર્નર અને તેના નાનકડા ફેન્સનો વિડીયો વાયરલ થયો હતો.
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ-2022 ચેમ્પિયન ઈંગ્લેન્ડનો એડિલેડમાં ODI મુકાબલો ચાલુ થયો હતો. બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ વનડે ગુરુવારે એડિલેડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. આ દરમિયાન, યજમાન ટીમના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે આ મેચ દરમિયાનનો છે. વોર્નરે મેચમાં 102ના સ્ટ્રાઈક રેટથી રમતા 86 રન બનાવ્યા હતા.
- Advertisement -
નાના ચાહકે વોર્નર પાસે શર્ટ માંગ્યું
ડેવિડ વોર્નરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટ્રેવિસ હેડ સાથે પ્રથમ વિકેટ માટે 147 રન જોડ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 19 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. વોર્નર માત્ર તેની બેટિંગથી જ નહીં પરંતુ તેની હાજરજવાબથી પણ છવાયો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટાર્ગેટનો પીછો કરતા 46મી ઓવરમાં પહોંચી ગઈ હતી, ત્યારે ગ્રાઉન્ડ પર સ્ક્રીન પર એક નાનો ચાહક જોવા મળ્યો હતો. આ નાનકડા ક્રિકેટ ચાહકના હાથમાં એક નાનું પોસ્ટર હતું, જેના પર લખ્યું હતું – ડેવિડ વોર્નર શું હું તમારો શર્ટ મેળવી શકું?
What a rollercoaster! #AUSvENG @davidwarner31 @marnus3cricket pic.twitter.com/gFnke3Gctw
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
- Advertisement -
વોર્નરે જીત્યું દિલ
ડ્રેસિંગ રૂમમાં હાજર વોર્નરે આ બાળકને સ્ક્રીન પર જોયો કે તરત જ તેણે જવાબ આપવામાં મોડું ન કર્યું. વોર્નરે આ બાળકની જેમ જ હાથમાં પોસ્ટર લીધું હતું. તેના પર લખેલું હતું, ‘માર્નસ પાસે થી એક લઇ લો’. પછી માર્નસ લબુશેન તેની બાજુમાં બેઠો હતો. ત્યારે આ નાનકડા ફેન પાસે બેઠેલો એક બાળક ઊભો થયો અને તેના હાથમાં એક પોસ્ટર પણ હતું, જેના પર લખેલું હતું કે માર્નસ શું હું તારો શર્ટ મેળવી શકું? આ જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકોએ પણ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું હતું. કોમેન્ટેટર અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ હસી પડ્યા. બાદમાં, વોર્નરે સ્ક્રીન પર જ અંગૂઠાનો ઈશારો કર્યો અને નાના ચાહકને શર્ટ આપવા સંમત થયા.
ઓસ્ટ્રેલિયા 6 વિકેટે જીત્યું
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ડેવિડ મલાન (134)ની સદીની મદદથી ઈંગ્લેન્ડે 9 વિકેટે 287 રન બનાવ્યા હતા. માલને 128 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને 6 વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમ માટે ઓપનર ડેવિડ વોર્નરે 86, સ્ટીવ સ્મિથે અણનમ 80 અને ટ્રેવિસ હેડે 69 રનનું યોગદાન આપ્યું હતું. માલનને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.