પેટલાદમાં ભરતસિંહના દબાણથી નિરંજન પટેલની ટીકીટ કપાતા પક્ષ છોડ્યો: બેચરાજીમાં પક્ષના વફાદાર ભરત ઠાકોરને પણ ટીકીટ ન અપાતા ધૂંધવાટ
ગુજરાતમાં બીજા તબક્કાના 5 ડીસેમ્બરના રોજ યોજાનારા મતદાનમાં કોંગ્રેસ પક્ષે આખરી 37 બેઠકોની યાદી જાહેર કરી છે અને તેમાં પક્ષે 10 સીટીંગ ધારાસભ્યોના પતા કાપ્યા છે અને તેના પડઘા પણ શરુ થઇ ગયા છે. પેટલાદમાં ભરતસિંહ સોલંકી અને નિરંજન પટેલ વચ્ચે સેન્ડવીચ બનેલી કોંગ્રેસ પાર્ટીએ અંતે ડો. પ્રકાશભાઈ પરમારને ટીકીટ આપતા નિરંજન પટેલ તૂર્ત જ પક્ષના હોદા પરથી અને સભ્યપદેથી રાજીનામુ ફગાવી દીધું છે.
- Advertisement -
તો હાલમાં જ કોંગ્રેસમાં પુન: પ્રવેશ મેળવનાર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને પક્ષે ટીકીટ આપતા આ બેઠક પરના સીટીંગ ધારાસભ્ય જશુ પટેલ પણ નારાજ થયા હોવાના સંકેત છે. પક્ષે બેચરાજીમાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી ભરત ઠાકોરને પણ ટીકીટ ન આપતા તેઓ પણ અસંતુષ્ટ બન્યા છે. જ્યારે વિરમગામમાં હાર્દિક પટેલ સામે પક્ષે પીઢ અને વૃધ્ધ ઉમેદવાર લાખાભાઈ ભરવાડને ટીકીટ આપી છે.
જેના કારણે હાર્દિક માટે સરળ સ્થિતિ બની ગઇ હોવાના સંકેત છે. કાલોલમાં હાલમાં જ ભાજપમાંથી આવેલા પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષે ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા છે. ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમાને ટીકીટ આપી છે. આમ કોંગ્રેસ પક્ષે તેની અંતિમ યાદીમાં જે ધારાસભ્યોની ટીકીટ કાપી છે તેઓ હવે કેસરિયા કરે તેવા સંકેત છે. માણસામાં પણ કોંગ્રેસે અગાઉ સીટીંગ ધારાસભ્ય સુરેશ પટેલની ટીકીટ કાપી હતી. અને તેઓ પણ લાંબા સમયથી નારાજગી દર્શાવી રહ્યા છે.
આમ બીજા તબક્કામાં પણ પંચમહાલ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો છે. કાંકરેજ બેઠક પરથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે તેના ભાઈ અમૃત ઠાકોરને ટીકીટ આપતા પક્ષમાં ફરી એક વખત સગાવાદ આગળ વધ્યો હોવાનો આક્ષેપ થયો છે.
- Advertisement -
કોંગ્રેસની 37 ઉમેદવારોની યાદી
► પાલનપુર-મહેશ પટેલ
► દિયોદર-શિવાભાઈ ભુરીયા
► કાંકરેજ-અમૃત ઠાકોર
► ઉંઝા-અરવિંદભાઈ પટેલ
► વિસનગર-કિર્તીભાઈ પટેલ
► બેચરાજી-ભોપાજી ઠાકોર
► મહેસાણા-પી.કે. પટેલ
► ભીલોડા-રાજુ પારઘી
► બાયડ-મહેન્દ્રસિંહ વાઘેલા
► પ્રાંતીજ-બહેચરજી રાઠોડ
► દહેગામ-વખતસિંહ ચૌહાણ
► ગાધીનગર ઉતર-વિરેન્દ્રસિંહ વાઘેલા
► વિરમગામ-લાખાભાઈ ભરવાડ
► સાણંદ-રમેશ કોળી
► નારણપુરા-સોનલબેન પટેલ
► મણીનગર-સી.એમ. રાજપૂત
► અસારવા-વિપુલ પરમાર
► ધોળકા-અશ્વિનસિંહ રાઠોડ
► ધંધુકા-હરપાલસિંહ ચુડાસમા
► ખંભાત – ચિરાગભાઇ પટેલ
► પેટલાદ-ડો. પ્રકાશ પરમાર
► માતર-સંજયભાઈ પટેલ
► મહેમદાબાદ-જુવાનસિંહ ગડાભાઈ
► કપડવંજ-કાલાભાઈ ડાભી
► બાલાસિનોર-અજીતસિંહ ચૌહાણ
► લુણાવાડા-ગુલાબસિંહ
► સંતરામપુર-ગેંડલભાઈ ડામોર
► સહેરા-ખતુભાઈ પગી
► ગોધરા-રશ્મીતા ચૌહાણ
► કાલોલ-પ્રભાતસિંહ ચૌહાણ
► હાલોલ-રાજેન્દ્ર પટેલ
► દાહોદ-હર્ષદભાઈ નિનામા
► સાવલી-કુલદીપસિંહજી
► વડોદરા (સીટી)-મોહનભાઈ પરમાર
► પાદરા-જશવંતસિંહ પઢીયાર
► કરજણ -પ્રિતેશ પટેલ