તાજેતરમાં જ મોરબી એસઓજી ટીમ દ્વારા વાંકાનેર નજીકથી 3.5 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી હતી ત્યારબાદ આ મહિલાએ ગાંજાનો આ જથ્થો જામનગરના શખ્સને આપવાનો હોવાની કબૂલાત આપતા વાંકાનેર પોલીસે જામનગરના આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી ટીમે તાજેતરમાં જ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એક મહિલાને 3.5 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા બાદ આરોપી મહિલાએ ગાંજાનો આ જથ્થો જામનગર શંકર ટેકરી વિસ્તારમાં આવેલ રજાનગર હુશેની ચોકમાં રહેતા બોદુભાઈ બાબભાઈ ખફીને આપવાનો હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમે જામનગરથી આરોપી બોદુભાઈ બાબભાઈ ખફીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1 હજારની કિંમતનો એક સેમસંગ કંપનીનો સાદો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.
વાંકાનેર નજીકથી ઝડપાયેલા ગાંજાના કેસમાં વધુ એક આરોપીની જામનગરથી ધરપકડ

You Might Also Like
Follow US
Find US on Social Medias