ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઇડીએ મોટો ઝટકો આપ્યો છે. ઇડીએ હેંમત સોરેનની અપીલને ફગાવી દીધી છે. ઇડીએ સમન પર મુખ્યમંત્રી સોરેનને 17ની જગ્યાએ એક દિવસ પહેલા એટલે કે 16 નવેમ્બરના રોજ પુછપરછ માટે ઇડીને પત્ર લખ્યો હતો. પરંતુ ઇડીએ ટેકનિકલ કારણોના કારણે તેમના પત્રનો અસ્વીકાર કરી દીધો છે. હવે હેમંત સોરેનએ 17 નવેમ્બરના ઇડી સમક્ષ હાજર થવું પડશે.
ઉલ્લેખનીય છએ કે આ પહેલા ઇડીએ સોરેનને 3 નવેમ્બરના એરપોર્ટ રોડ પર આેલ ઇડી ઓફિસમાં પુછપરછ માટે બોલાવ્યા હતા. આ સમન પછી હેમંતએ ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. ત્યાર પછી ઇડીએ 17 નવેમ્બરની નવી તારીખ નક્કી કરી હતી. હેમંતએ નક્કી કરેલા સમયના એક દિવસ પહેલા એટલે કે 16 નવેમ્બરના હાજર થવા માટે સમય માંગ્યો હતો. ઇડીએ તેમની આ માંગણીને સ્વીકારી નથી.
- Advertisement -
Illegal mining case | Enforcement Directorate has rejected Jharkhand CM Hemant Soren's request to prepone his questioning date to November 16 instead of November 17, which was earlier fixed in the agency's 2nd summon: Sources
(File photo) pic.twitter.com/Z9MooWlH6W
— ANI (@ANI) November 15, 2022
- Advertisement -
સંતાલના ક્ષેત્રમાં ગેરકાનુની ખનન કેસમાં મુખ્યમંત્રીની સંડોવણીની શંકાએ પુછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા તેમના બરહેટ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રા, તેમના નજીકના પ્રેમ પ્રકાશ અમિત અગ્રવાલના સિવાય આઇએએસ અધિકારી પૂજા સિંઘલની પુછપરછ કરવામાં આવી છે. તેમના દ્વારા મળેલા નિવેદનોના આધઆર પર મુખ્યમંત્રીની પુછપરછ કરવામાં આવી રહી છે. પુછપરછમાં ધરપકડ આરોપીઓએ સ્વીકાર્યુ કે સંતાલના વિસ્તારમાં ગેરકાનુની રીતે લગભગ 1000 કરોડનું ખનન થયું છે.