ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ છેલ્લા બે વર્ષથી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપી હરેશ રણછોડ સોનારીયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચ દ્રારા સી ડીવીઝનના ગુનાનાં આરોપી હરેશ સોનારીયાને રહે. માંગરોળ તાલુકાનાં નગીચણા ગામના મધુરમના બાયપાસ રોડ પર હોવાની ચોકકસ બાતમી મળતા છેલ્લા બે વર્ષથી ખંડણીના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો હતો. અને સી ડીવીઝન પોલીસ સ્ટેશને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.