ભારત દેશનું પ્રથમ મતદાન જૂનાગઢ રાજ્યમાં થયું હતું
આરઝી હુકુમતના લડવૈયાએ જૂનાગઢને આઝાદી અપાવી: નવાબની મેલી મુરાદથી પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશ 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો ત્યારે સમગ્ર દેશ વાસીઓમાં ખુશીનો માહોલ હતો ત્યારે જૂનાગઢનો વિલય ભારતમાં નહિ થતાં જૂનાગઢવાસીઓમાં ચિંતા પ્રસરી હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની કુનેહથી જૂનાગઢને 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદી મળી હતી જૂનાગઢ નવાબ મહાબત ખાને મહમદઅલી જીણાને પત્ર લખી જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે રાખવાની ભલામણ કરી હતી અને ભુટ્ટોએ પણ સ્ટેટ ગેજેટમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે રાખવાની દરખાસસ્ત કરી હતી ત્યારે જૂનાગઢની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકો હિજરત કરવા લાગ્યા હતા. જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય છે તેવી જાણકારી મહાત્મા ગાંધીજીને મળતા તેને આરઝી હકુમતની સ્થપના કરી અને તેના સરનશીન તરીકે શામળદાસ ગાંધીની નિયુક્તિ કરી અને પ્રધાનમંડળની રચના કરવામાં આવી અને જૂનાગઢને આઝાદી આપવા પ્રધાનમંડળ રાજકોટ આવ્યું અને ત્યાં હવે પછીની દિવાળી જૂનાગઢમાં ઉજવીશું તેવી શામળદાસ ગાંધીએ ગર્જના કરતા જૂનાગઢના નવાબ મહોબતખાન જૂનાગઢમાં રહેવાનું અશક્ય લાગતા કેશોદ એરપોર્ટ પરથી વાટાઘાટોના બહાને પાકિસ્તાન જતા રહ્યા.
આરઝી હકુમત પોતાના બળે એક પછી એક ગામડાં કબજે કરવા માંડ્યા અને 8 નવેમ્બર સુધીમાં 108 ગામડાં કબજે કર્યા 9 નવેમ્બર 1947 ના રોજ હાર્વે જોન્સે જૂનાગઢ નો કબજો રાજકોટ નીલમ બુચને આપ્યો અને સાંજે 6 કલાકે બ્રિગેડીયર ગુરૂદયાલસિંહે ઢંઢેરાથી જૂનાગઢનો કબજો લીધો ત્યાર બાદ હિન્દી સૈનિકોએ સૌ પ્રથમ જૂનાગઢનાં ઉપરકોટનો કબજો લીધો અને જૂનાગઢ આઝાદ થયું જૂનાગઢ આઝાદ થયા બાદ લોકો મનમાં એમ હતું કે હવે શું થશે ત્યારે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ કેશોદ આવ્યા અને ત્યાંથી રેલવે માર્ગે જૂનાગઢ આવી લોકોની લાગણીને ધ્યાન માં લઇ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે જાહેર સભાનું આયોજન કર્યું અને ઉમટેલી મેદનીને પૂછવામાં આવ્યું તમે ભારત સાથે રહેવા માંગો છો કે પાકિસ્તાન સાથે? ત્યારે હજારો લોકોએ ભારતમાં રહેવાની ઈચ્છા દર્શાવતાં જૂનાગઢનું ભારત સાથે જોડાણ થયું આમ જૂનાગઢની આઝાદી માટે સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહનીતિ કામ આવી હતી.
- Advertisement -
પ્રથમ તસવીરમાં જૂનાગઢમાં સભાને સંબોધતા સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજી તસવીરમાં હાથ ઊંચા કરી લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ ભારતમાં રહેવા નિર્ધાર જાહેર કર્યો હતો તે દ્રશ્યમાન થાય છે.
… અને દેશનું પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું
જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય નવાબે કરતા ભારત દેશનું પ્રથમ મતદાન જૂનાગઢ રાજ્યમાં થયું હતું જેમાં લાલ અને લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો ભારત તરફી કુલ 1.79 લાખ મત મળ્યા હતા જયારે પાકિસ્તાન તરફી માત્ર 91 મત મળ્યા હતા આમ દેશનું પ્રથમ મતદાન ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે તેનું મતદાન થયું હતું.
આઝાદીમાં આરઝી હુકુમતની મહત્ત્વની ભૂમિકા
જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડવાની વાત થી શામળદાંશ ગાંધી, રતુભાઇ અદાણી સહિત અનેક સેનાનીઓ આરજી હુકુમત સાથે જોડાયા હતા અને એક પછી એક ગામ સર કરીને જૂનાગઢને આઝાદી અપાવી હતી.