સામાન્ય વર્ગના ગરીબોને આર્થિક આધાર પર અનામત આપવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મૂહર લગાવી દીધી છે પણ આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક સલાહ પણ આપી છે. દેશની સુપ્રીમ કોર્ટે સોમવારે થોડા ભારપૂર્વક કહ્યું હતું કે ક્વોટા સિસ્ટમ માટે સમયસીમા નક્કી કરવાની જરૂર છે અને તેને હંમેશા માટે નથી રાખી શકતા. આરક્ષણ કે અનામતનો હેતુ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે પણ તે અનિશ્ચિત કાળ સુધી ચાલુ ન રાખવું જોઈએ જેથી કરીને તે નિહિત સ્વાર્થ ન બની શકે. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક નિર્ણયમાં દાખલ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવાવાળા 103મા સંવિધાન સંશોધનની માન્યતાને 3 મતોની બહુમતીથી ચાલુ રાખવામાં આવી છે.
કયા 3 મતોની બહુમતી મળી?
EWS અનામતના દાયરામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ગરીબો નહીં આવે. SCએ કહ્યું હતું કે આ ભેદભાવવાળો નથી અને બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જણાવી દઈએ કે જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ આ કાયદાને સમર્થન આપ્યું હતું પણ એ સામે જ્યારે ચીફ જસ્ટિસ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ એ તેના સમર્થનમાં નહતા.આ દરમિયાન ચીફ જસ્ટિસ લલિત તેમના કાર્યકાળના અંતિમ દિવસે કોર્ટની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા હતા ત્યાં એમને કહ્યું હતું કે ‘અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ગરીબોને આનાથી બહાર રાખવો એ એ ભેદભાવ દર્શાવે છે અને આ બંધારણીય રીતે પ્રતિબંધિત છે.
- Advertisement -
CJI UU Lalit agreed with Justice S Ravindra Bhat & gave a dissent judgement
Five-judge Constitution bench by a majority of 3:2 upholds the validity of Constitution’s 103rd Amendment Act which provides 10% EWS reservation in educational institutions and government jobs pic.twitter.com/OwGygzSTpP
— ANI (@ANI) November 7, 2022
- Advertisement -
બહુમતીના દૃષ્ટિકોણ સાથે અમે સહમત નથી
જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પોતાનો અને ચીફ જસ્ટિસ લલિત નો નિર્ણય પોતે લખ્યો હતો અને એ વાંચતાં એમને કહ્યું હતું કે ‘અમે આ વાતમાં બહુમતીના મત સાથે સહમત નથી. ગણતંત્રના સાત દાયકામાં પહેલી વખત આ અદાલતે સ્પષ્ટપણે બહિષ્કરણ અને ભેદભાવને મંજૂરી આપી છે. આપણું બંધારણ બહિષ્કારની ભાષા બોલતું નથી અને મારુ માનવું છે કે આ સંશોધન સામાજિક ન્યાયના માળખાને કમજોર બનાવશે.’ ન્યાયમૂર્તિ ભટ EWS આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા પર અસંમત હતા અને ચીફ જસ્ટિસ લલિતે જસ્ટિસ ભટના મંતવ્ય સાથે સહમતિ દર્શાવી હતી.
કોર્ટમાં ચાર અલગ અલગ નિર્ણય વાંચવામાં આવ્યા હતા
ન્યાયાધીશોએકોર્ટરૂમમાં 35 મિનિટથી વધુ સમય ચાર અલગ-અલગ નિર્ણયો વાંચવામાં પસાર કર્યો. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ પોતાનો નિર્ણય વાંચતા કહ્યું હતું કે, ‘103મો સુધારો બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતો કહી શકાય નહીં, અનામત એ સકારાત્મક કાર્ય કરવાનો એક માર્ગ છે જેથી કરીને સમતાવાદી સમાજના ધ્યેયને સર્વસમાવેશક રીતે આગળ વધારી શકાય.આ કોઈપણ વંચિત વર્ગ અથવા જૂથના સમાવેશનું એક સાધન છે.
મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે
જસ્ટિસ ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ એક જેવી જ વાત કરતાં કહ્યું હતું કે, “સંવિધાન ઘડનારાઓએ શું વિચાર્યું હતું, 1985માં બંધારણીય બેંચે શું પ્રસ્તાવ મૂક્યો હતો અને બંધારણની શરૂઆતના 50 વર્ષ પછી તેઓ શું પ્રાપ્ત કરવા માગતા હતા,એમ હતું કે અનામત નીતિ એક નિશ્ચિત સમયગાળા સુધી હોવી જોઈએ જેમાં આઝાદીના 75 વર્ષ પછી પણ પ્રાપ્ત નથી કરી શકાયું. એવું ન કહી શકાય કે ભારતમાં પ્રાચીન કાળથી ચાલી રહેલી જાતિ વ્યવસ્થા દેશમાં અનામત વ્યવસ્થા માટે જવાબદાર છે. એ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના લોકો સાથે થતા અન્યાયને સુધારવા અને પછાત વર્ગના લોકોને સમાન તકો પ્રદાન કરવા માટે લાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે અને આવા લોકોને પછાત વર્ગમાંથી દૂર કરવા જોઈએ. આમ કર્યા પછી એવા લોકો પર ધ્યાન આપવામાં આવે જેમને ખરેખર મદદની જરૂર છે.’